________________
(પ્રજ્ઞાપના-જીવાભિગમ સૂત્ર આધારિત છે જ જ ર થી ૩૩ તે કર્મને સ્પષ્ટ, નિધત્ત અને નિકાચિત કર્યું હોય, મનુષ્યભવમાં તે કર્મ ઉદયમાં આવવા યોગ્ય થઈ ગયું હોય, તે જીવ તીર્થંકર પદને પામી શકે છે. જેણે પૂર્વભવમાં તીર્થકર નામ કર્મનો બંધ કર્યો ન હોય, તે જીવ તીર્થકર થઈ શકતા નથી. () ચક્રવર્તી દ્વારા પ્રશ્ન- હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં ચક્રવર્તી પદને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! પ્રથમ નરકના નારકી અને ૯૯ જાતિના દેવોમાંથી પંદર પરમાધામી અને ત્રણ કિલ્વીષી, આ અઢાર જાતિના દેવોને છોડીને શેષ૮૧ જાતિના દેવો, કુલ ૧૫૮૧ ૮૨ પ્રકારના જીવો મરીને અનંતર ભવમાં ચક્રવર્તી પદને પામી શકે છે. તેમાંથી પણ જે જીવે પૂર્વભવમાં ચક્રવર્તીને યોગ્ય નામકર્મ બદ્ધ, પૃષ્ટ, નિધત્ત અને નિકાચિત કર્યું હોય, તે જીવ જ ચક્રવર્તી પદ પામી શકે છે અન્ય જીવો ચક્રવતી પદ પામી શકતા નથી. (૭) બળદેવ દ્વારઃ પ્રશ્ન- હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં બળદેવ પદને પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર– હે ગૌતમ! પ્રથમ બે નરકના નારકી અને પૂર્વોક્ત૮૧ જાતિના દેવો, કુલ ૮૩ પ્રકારના જીવો મરીને અનંતર મનુષ્ય ભવમાં બળદેવ પદને પામી શકે છે. (૮) વાસુદેવ દ્વારા પ્રશ્ન- હે ભગવન્! ૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં વાસુદેવ પદને પામી શકે છે? ઉત્તર- હે ગોતમ! પ્રથમ બે નરક અને બાર દેવલોક, નવ લોકાંતિક અને નવ રૈવેયક, આત્રીસ પ્રકારના વૈમાનિકદેવો; કુલ ૨+૩૦-૩ર પ્રકારના જીવો મરીને અનંતર ભવમાં વાસુદેવ પદને પામી શકે છે.(ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિ પદને યોગ્ય નામ કર્મની સ્વતંત્ર કોઈ પ્રકૃતિ નથી. તે તીર્થકર નામકર્મની અંતર્ગત જ છે. તીર્થકર નામકર્મના જ તીવ્ર-મંદાદિ રસની તરતમતાથી ઉત્તમ પદવીઓ પ્રાપ્ત થાય છે.) (૯) માંડલિક દ્વારઃ પ્રશ્ન- હે ભગવન્!૨૪ દંડકના જીવોમાંથી કયા જીવો મરીને અનંતર ભવમાં માંડલિક રાજ (કોઈપણ એક દેશના રાજા)ના પદને પામી શકે છે? ઉત્તર- હે ગૌતમ ! સાતમી નરકના નારકી અને તેઉકાય-વાયુકાય, આ ત્રણ સ્થાનના જીવોને છોડીને શેષ સર્વ સ્થાનના જીવો મરીને અનંતર મનુષ્ય ભવમાં માંડલિક રાજાના પદને પામી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org