________________
છે, વનમાં ચારે બાજુ હરે ફરે છે, પાણી પીવે છે અને પોતાના સમુદાયમાં પણ ઘૂમે છે, છતાં તે ગાયની આ દરેક પ્રવૃત્તિમાં સુરતા કે ઉપયોગ, યા લાગણી તો પોતાના વહાલા વાછરડામાં જ હોય છે. આવી રીતે આત્મભાનમાં જાગૃત આત્મા, વ્યવહારના કાર્ય કરવા છતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ ચૂકતો નથી.. અથવા ભરબજારમાં નટ પોતાના ખેલ કરે છે, વાંસ લઈને દોર ઉપર ચડે છે, લોકો કોવાહલ કરે છે, નીચે તેના સોબતીઓ ઢોલ કે બીજાં વાજીંત્રો વગાડે છે, કોઈ ગાયન કરે છે, આટલા બધાં વિક્ષેપનાં સાધનો-કારણો હોવા છતાં દોર પર ચડેલો નટ ત્યાં પોતાની રમત શરૂ કરે છે, તે વખતે પોતાની સુરતા દોર તરફ ની ચૂકતો નથી, લોકોના કોલાહલને ગણકારતો નથી, કોણ કોણ લોકો જોવા આવ્યા છે અને તેઓ કેવા છે, તે તરફ ધ્યાન આપતો નથી. વાજીંત્ર વગાડનાર કે ગાયન કરનાર શું બોલે છે અને કેવું વગાડે છે તે પણ તે વખતે તેના લક્ષમાં નથી. કેવળ પોતાની સુરતા દોર ઉપર જ રાખતો હોવાથી ખેલ પૂરો કરી શરપાવ મેળવે છે. એ વખતે જરા પણ લક્ષ બીજા તરફ કરે તો ઉપરથી પડે, હાડકાં ભાગે કે મરે અને લોકોમાં હાંસીપાત્ર થાય, વળી શરપાવ પણ ન મળે, છતાં તેવા પ્રસંગો ભાગ્યે જ આવે છે. આ દ્દષ્ટાંત આત્મકલ્યાણનો ઈચ્છુક જીવ વ્યવહારમાં બધી પ્રવૃત્તિ કરે છે છતાં તે પોતાનું ભાન ભૂલતો નથી.
કામીઓના મનમાં જેમ રાત્રી-દિવસ કામનું જ લક્ષ, કામનીજ ભાવના, કામનું જ ચિંતન રહે છે, સર્વ સ્થળે તે પોતાના કામી પુરુષ પોતાના પ્રેમપાત્રને જોયા કરે છે. દરેક શબ્દમાં તેના જ ભણકારા તેને સંભળાય છે, સ્વપ્ના પણ તેના જ આવે છે. વિચારોમાં પણ તેની જ આકૃતિઓ મનમાં ખડી થાય છે, ખાવાનું પીવાનું, સુવાનુ, ઊંઘવાનું અને તેના માટે લોકલાજને પણ તેઓ ભૂલી જાય છે. આતો એક ક્ષણિક, વિયોગશીલ, દુઃખદાઈ અને વિરસ પરિણામવાળી કામની ભાવના છે. તેને માટે જ્યારે મનુષ્યો પોતાનું ભાન ભૂલીને એકતાર તેમાં બને છે તો પછી જે શાશ્વત, અખંડ સુખરૂપ, સુંદર પરિણામવાળો પરમાત્માનો માર્ગ છે તેની અંદર આ જીવે કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ ? કેટલો પરુષાર્થ
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org