________________
કરવો જોઈએ ? આવી લાગણીથી પરમાત્માનું સ્મરણ કરાય તો આત્મા તે પરમાત્મા બની રહે છે.
જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે સર્વ ક્રિયામાં આત્મ ઉપયોગની જાગૃતિ હોવીજ જોઈએ. તે ક્રિયા પણ આત્માને માટેજ કરવી જોઈએ, આત્માની સાથે તે ક્રિયાનો સંબંધ જોડાવો જોઈએ, તોજ તે ક્રિયા કર્મની નિર્જરા કરી આત્મ સ્વરૂપ પ્રકટ કરી આપે છે.
ભગવાન મહાવીર દેવ કહે છે કે “આ માર્ગ ધીર પુરુષોનો છે, આ માર્ગમાં ધીર પુરુષોએ પ્રવૃત્તિ કરી છે. એટલે આ માર્ગમાં અનેક વિઘ્નો આવવા સંભવ છે પણ તે વખતે પોતાનું આત્મભાન ન ભૂલવું, આત્મભાન જાગૃત રાખી શકે તેજ ધીર પુરુષ છે. વિઘ્નો તો આવવાનાજ. પણ આ વિઘ્નો તે પ્રભુમાર્ગના પ્રવાસીની કસોટીરૂપ છે. કસોટીમાંથી પાસ થાય તો જ તે સોનાની કિંમત બરોબર ઊપજે છે તેમ વિઘ્નની કસોટીમાંથી આ જીવે પસાર થવાનું છે. પોતાના પ્રભુસ્મરણના માર્ગમાં રોગ, શોક, ઉપાધિ, આળસ્ય, સ્નેહવાસના, ઈત્યાદિ આડાં આવી ઊભાં રહે છે, તે વખતે જો આ જીવ પામર, રાંક, હતાશ, નિરાશ, અને ઉત્સાહ રહિત થઈને હું શુદ્ધ આત્મા છું એ સ્મરણ મૂકી દે તો વિઘ્નો મજબૂત થઈને તેના ઉપર ચડી બેસે છે. તે વખતે જીવ એમ વિચારે છે કે આજે નહિ પણ કાલે સ્મરણ કરીશ, મહિના પછી કરીશ, કે આ કાર્ય પરું થયા પછી કરીશ તો જરૂર સમજવું કે તે ધીર પુરુષ નથી, પણ કાયર છે. ધીમે ધીમે તેની કાયરતામાં વધારો થશે અને એક વખત એવો આવશે કે તેની આ સુંદર પ્રવૃત્તિ છૂટી જશે. આવા વખતે પૂર્વના આ મહાન પુરુષોના જીવનો યાદ કરી, તેઓના અખંડ પરુષાર્થને દ્રષ્ટિમાં રાખી,સંગમદેવ જેવાના છ છ મહિનાના ઉપસર્ગમાં પણ નિશ્ચલ અને અડોલ રહેલા પ્રભુ મહાવીર જેવા વીર પુરુષો તરફ લક્ષ રાખીને ઉદય આવેલાં કર્મોથી પરાભવ ન પામતાં, વિઘ્નોને હઠાવી દેવાથી તેના પરુષાર્થમાં, ઉત્સાહમાં અને જીવનમાં કોઈ અપૂર્વ શકિત પ્રકટ થશે. આ બળ
૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org