________________
જડ માયામાં પ્રીતિવાળાને આપવામાં આવતું આત્મજ્ઞાન વૃથા છે. મોહમાં મૂઢ બનેલા જીવો દરેક ક્ષણે પદ્રવ્યોનું સ્મરણ કરે છે, પણ મોક્ષને અર્થે જ્ઞાનાનંદમય પોતાના આત્માને કોઈ પણ વખત યાદ કરતા નથી.
વિચાર કરતાં જણાય છે કે મોહ કરતાં બીજો કોઈ પણ બળવાન શત્રુ નથી, માટે પ્રબળ પરુષાર્થ કરીને પણ તેને જીતવો જોઈએ.
આ સંસારરૂપ કુવાના મોહરૂપ કાદવમાં અનાદિકાળથી ગત ખેંચેલું છે તેનો આત્માના જ્ઞાન અને ધ્યાનરૂપ દોરડાં વડે ઉદ્ધાર કરવો. સિવાયનાં બીજા બધાં કાર્યોને એક બાજુ રાખ મોહરૂપ શત્રુનો નાશ કરવા તમે શુદ્ધ ચિપ આત્માનું ઉત્તમ જ્ઞાન મેળવો અને તેનું ધ્યાન કરો.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org...