________________
હાથે માર ખાધો. આ વાનરાની મુક્તિનો ઉપાય એ જ હતો કે તેણે મૂઠીમાં ભરેલી વસ્તુ મૂકી દેવી. આ જ પ્રમાણે મોહમાં મૂંઝાયેલા મનુષ્યો જડ ક્ષણભંગુર વસ્તુને પોતાની માની મમત્વની મૂઠીમાં તેને પકડી રાખીને પછી હેરાન થાય છે, દુઃખો અનુભવે છે અને પોતાને બંધાયેલો કે કોઈ સંબંધીએ પકડી રાખેલો માને છે, પણ વાનરાની માફક પોતાની મમત્વની મૂઠી ખાલી કરી દે મૂકી દે તો તે મુક્ત જ છે. પોતાની અજ્ઞાનતા યા પોતાનો મોહ જ આ જીવને બધનમાં નાખનાર છે. તે સિવાય કોઈ તેને પકડી રાખનાર નથી.
ઈન્દ્રિયોના વિષયોમાં અને સાધનોના રક્ષણમાં સદા વ્યગ્ર થયેલા જીવોમાં આત્માની ચિંતા ક્યાંથી હોય? તેની બુદ્ધિમાં નિર્મળતા ક્યાંથી થાય? તેને શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ ક્યાંથી મળે? અને તેના અભાવે આત્માથી ઉત્પન્ન થતું સુખ કેમ મળે? જીવને પ્રથમ દેહમાં આત્માપણાની ભ્રાંતિ થાય છે, પછી મોહને લઈને જગતમાં ભ્રાંતિ થાય છે, પછી પદ્રવ્યોને અંગે થતી અતિ સંતાપ કરવાવાળી ચિંતામાં સતત વધારો થાય છે. ધન્ય છે તે આત્માઓને ! કે જેઓ પદ્રવ્યનો ત્યાગ કરીને જ્ઞાન અને આનંદના ઘર તુલ્ય પોતાના આત્મભાવમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવા નિભગી જીવો ચિંતામણિ રત્નનો ત્યાગ કરીને પથ્થરને ગ્રહણ કરે છે.
જ્ઞાન એ સ્વાધિન સુખને પ્રકટ કરનાર છે. આત્મચિંતનથી તેની પ્રાપ્તિ થાય છે, છતાં હતભાગી જીવો તેનો ત્યાગ કરીને કોઈ વિલક્ષણ વસ્તુ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
આંધળા આગળ નાચ, બહેરા આગળ ગીત, મરણની છેલ્લી ઘડીએ રોગનો ઉપચાર, અજ્ઞાની જીવોનો તપ, ઉખર જમીનમાં વાવણી તૃષા વિનાનાને પાણી, સ્વાર્થી મનુષ્યોની મિત્રતા, અભવ્યને નિદોંષ વિધિની રૂચિ, કાળી કામળીને ચડાવાતો રંગ અને શ્રદ્ધા વિનાનાને આપેલો મંત્ર જેમ વૃથા છે તેમ
૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org