________________
પ્રકરણ દશમું (૧૦મું) અહંકારનો ત્યાગ
નિરંતરમહંારં, મુદ્રા : ઝુાંત તેન તે स्वकीय शुद्धचिद्रयं, विलोकंते न निर्मलं ॥ १ ॥
“અજ્ઞાની જીવો નિરંતર અહંકાર કરે છે. આ કારણે તેઓ પોતાના નિર્મળ શુદ્ધ આત્માને જોઈ શકતા નથી.”
આત્મજાગૃતિ ન હોય ત્યાં જ અભિમાન અને મમત્વભાવ પ્રગટે છે તેમજ અભિમાન અને મમત્વથી આત્મજાગૃતિ દબાતી પણ જાય છે, આ બન્ને વસ્તુઓ માયાના પ્રદેશમાં રહેલી છે. જડ માયાથી જ તેને પોષણ મળે છે. હું અને મારૂં એ શબ્દોમાં મારું એ શબ્દ આત્માથી જુદી કોઈ વસ્તુના સંગ્રહની ખાતરીઆપે છે અને હું શબ્દ તેથી થયેલા અર્જીણ યાને અહંકારરૂપ વિકારનો ખ્યાલ આપે છે. આ બન્ને સ્થાનમાં આત્મજાગૃતિનું નામનિશાન જણાતું નથી અને જ્યાં આત્મપ્રકાશ આવે છે ત્યાં આ અંધકાર રહેવા પામતો નથી.
આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિમાંથી આ બન્નેની ઉત્પત્તિ છે. જેમકે હું મનુષ્ય છું. દુર્બળ છું, મજબૂત છું, ગૌર છું, શ્યામ છું, ક્ષત્રીય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું, શુદ્ર છું, વિદ્વાન છું, મૂર્ખ છું, ધનવાન છું, રોગી છું, નિરોગી છું, ગરીબ છું ઈત્યાદિ જે જે વિચારો કરાય છે, મનમાં ચિંતન કરાય છે તે સર્વમાં પુદ્દગલીક વસ્તુની જ મુખ્યતા હોવા છતાં તેમાં મિથ્યા હુંપણાનુંજ મુખ્યતાએ સૂચન કરાય છે, અને મનાય છે. આવું ચિંતન કરવું તે અહંકારના ઘરનું છે. તે દુનિયાનો માર્ગ છે. પૂર્વને બદલે પશ્ચિમ તરફ લઈ જનારી એ લાગણીઓ છે. પ્રકાશને બદલે અંધારામાં હડસેલનારો તે માર્ગ છે. આવા વિચારો કે
Jain Education International
39
For Private & Personal Use Only
www.jainelibrary.org