________________
સૂંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ, અરે ! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. કરોડોના કરજના શિર પર ડંકા વાગે, રોગથી રૂંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહ્યો, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને. પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુઃખદાઈને; અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છડાય નહીં, તજી તૃષનાઈને. થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને; છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને.
3
Jain Education Internationalr Private &sonal Use Onlyww.jbV/EL