________________
સંશયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગઉતારુ.
૨
તૃણાની વિચિત્રતા
(મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણા)
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઇને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. ૧ કરોચળી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ;
Jain Education Internatiofar Private
ra
onal Use On
w.jainelibrary.org
શારાજચંદેશ