________________
હાથન હલાવા ત્યાં તો ખીજી બુકે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને ! અરે ! રાજચંદ્ર દેખો દેખો આશાપાશ કેવો ? જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને ! ૪
અમૂલ્ય તત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયં ભાવમરણે કે અહો રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો છે. ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શકિતમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ નહીં. ૩
Jain Education Internatiofar Private Qersonal Use Orilyww.gisibycitore