________________
ભકિતનો ઉપદેશ
(તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જયાં ફળપંકિત કહી; જિનભકિત ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો.
નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ભરતા વણ દામ ગ્રહો,
ભજીને ભગવંત ભવંત લઠો. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો.
શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહો.
Jain Education Internatiofar Private & Personal Use Onlyww.jaingiaPeGI