________________
કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો.
બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગ્યું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સો સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જયમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્વવચન એ ભાઈ. ૫
Jain Education Internatiorfar Private 2 Personal Use Onlyww dla
dolg