________________
સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા યા નિર્મળ અવિરોધ !
એ ભવતારક સુંદર રાહ, ઘરિચે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ પણ ધર્મ સદા પ્રતિકૂળ.
તસ્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
આજ મને ઉછરંગ અનુપમ, જન્મકૃતાર્થ જોગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.
Jain Education Internatiofar Private casonal Use Onlyww.gfizircieel