________________
સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઈચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભચભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભચંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૧ શકિત શિશુને આપશો, ભકિત મુકિતનું દાન; તુજ જુતિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભકિતનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩
દ્યા શાંતિ ઓદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. જ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭ Jain Education Internatiofar Private & 3ersonal Use Onlywwgaigalibacorg