________________
પ્રભુ પ્રાર્થના
(દોહરો) જળહળ જયોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન;
અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણ તરણ, શરણ ચરણ સન્માન; વિઘ્નહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર ભરણ ભીતિહરણ, સુધાકરણ શુભવાન; કલેશહરણ ચિંતાચૂંરણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર આણજન્મ તું, ભયભંજન ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭ સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન;
સૃષ્ટિના સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮ Jain Education Internatiotfær Private & personal Use Onlyww.jayib borisoit