________________
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
૪૩૧
વિભાગ સાતમે ૦ આરાધના વિભાગ ૦
શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન
દુહા સકલ સિદ્ધિદાયક સદા, વીશે જિનરાય; સદ્દગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ત્રિભુવનપતિ ત્રિશલાતણે, નંદન ગુણ ગંભીર, શાસન નાયક જગ જે, વર્ધમાન વડ વીર. એક દિન વીર જિણુંદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણું, પૂછે ગૌતમ સ્વામ. મુક્તિ માર્ગ આરાધીએ, કહે કિણ પેરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમા સયળ જે, નિ ચેરાશી લાખ. વિધિશું વળી સરાવીએ, પાપસ્થાન અઢાર ચાર શરણ નિત્ય અનુસરે, નિદૈ દુરિત આચાર. શુભ કરણું અનુમદીએ, ભાવ ભલે મન આણ અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ શુભ ગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર ચિત્ત આણને આદરે, જેમ પામે ભવપાર.
ઢાળ ૧ લી. (એ છિંડી કીડાં રાખી—એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલેઈએ અતિચાર રે, પ્રાણી ! જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણું રે. પ્રાણું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org