________________
૩૩૭
શ્રી અક્ષયનિધિ તપ વિધિ
અઢાર હજાર પદે, અંગ પ્રથમ સુવિલાસ, દુગુણ શ્રુત બહુ પદ ગ્રહે, તે પદ શ્રુત સમાસ પિંડપ્રકૃતિમાં એક પદે, જાણે બહુ અવરાત, ક્ષપશમની વિચિત્રતા, તેહજ શ્રુત સંઘાત. પંચેતેર ભેટે કરી, સ્થિતિ બંધાદિ વિલાસ, કમ્મપયડી પડી રહે, શ્રુત સંઘાત સમાસ. ગત્યાદિક જે માર્ગણ, જાણે તેમાં એક, વિવરણ ગુણઠાણાદિકે, તસ પ્રતિપત્તિ વિવેક. જે બાસદ્ધિ માર્ગણ પદે, લેશ્યા આદિ નિવાસ. સંગ્રહ તરતમ વેગથી, તે પ્રતિપત્તિ સમાસ, સંતપદાદિક દ્વારમાં, જે જાણે શિવગ, એક દેય દ્વારે કરી, શ્રદ્ધા શ્રુત અનુયોગ. વલી સંતાદિક નવ પદે, તિહાં માણું ભાસ, સિદ્ધ તણી સ્તવના કરે, શ્રુત અનુયાગ સમાસ પ્રાભૃતપ્રાભૃત શ્રુત નમું, પૂરવના અધિકાર, બુદ્ધિ બલ પ્રભાવથી, જાણે એક અધિકાર પ્રાભૃતપ્રાભૃત શ્રુત સમા, સાધિ લબ્ધિ વિશેષ, બહુ અધિકાર ઈસ્યા ગ્રહે, ક્ષીરાશ્રવ ઉપદેશ. પૂરવ ગત વસ્તુ કે, પ્રાભૃત શ્રુત તે નામ, એક પ્રાભૃત જાણે મુનિ, તાસ કરું પ્રણામ. પૂરવ લબ્ધિ પ્રભાવથી, પ્રાભૃત શ્રુત સમાસ. અધિકાર બહુલા ગ્રહે, પદ અનુસાર વિલાસ આચારાદિક નામથી વસ્તુ નામ શ્રુત સાર, અર્થ અનેક વિધ રહે, તે પણ એક અધિકાર. દુગ સંય પણ વીસ વસ્તુ છે, ચૌદ પૂરવને સાર, જાણે તેને વંદના, એક શ્વાસે સે વાર. ઉત્પાદાદિક પૂરવ જે, સૂત્ર અર્થ એક સાર. વિદ્યામંત્ર તણે કહ્યો, પૂરવ શ્રુત ભંડાર બિંદુસાર લગે ભણે, તેહિજ પૂરવ સમાસ,
શ્રીગુભ વીરને શાસને, હેજે જ્ઞાન પ્રકાશ. ૨૦ વિ. સં. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org