________________
શ્રીવિધિસંગ્રહ.
શ્રી અષ્ટપ્રકારી પૂજાવિધિ જિન પૂજામાં સાચવવાની સાત શુદ્ધિઓ શ્રાવકે રેજ શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યથી અને ભાવથી એમ બન્ને પ્રકારે પૂજા કરવી જોઈએ.
અંગ–૧ વસન–૨ મન–૩ ભૂમિકા-૪ પૂજે પકરણ સાર-૫ ન્યાય દ્રવ્ય- વિધિ શુદ્ધતા-૭ શુદ્ધિ સાત પ્રકાર
૧ શરીરશુદ્ધિ-શરીર બરાબર શુદ્ધ થઈ શકે તેટલા માપસર જળથી સ્નાન કરી રૂમાલથી લુછવું.
૨ વસંશુદ્ધિ– પૂજા માટે પુરુષોએ બે વસ્ત્ર અને સ્ત્રીઓએ ત્રણ વસ્ત્ર રાખવા જોઈએ. પૂજા માટેનાં વસ્ત્રો મુખ્યતાએ સફેદ જોઈએ. ફાટ્યા વગરનાં, બળ્યા વગરનાં અને સાંધા વિનાનાં જોઈએ તે વસ્ત્રો બીજા કામમાં ન લેવા.
૩ મનશુદ્ધિ– જેમ બને તેમ બીજા બધા વિચારે ભૂલી જઈને મનને પૂજામાં સ્થિર કરવું.
૪ ભૂમિશુધ્ધિ- દેરાસરમાં બરોબર કાજે (કચરો) લીધે છે કે નહિ, તે જેવું તથા પૂજાના સાધને લેવા મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી.
૫ ઉપકરણશુધ્ધિ- પૂજામાં જોઈતાં દ્રવ્ય, કેશર, સુખડ, બરાસ, પુછપ–ધૂપ, અગરબત્તી, દીપક, ચોખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ બને તેમ ઊંચી જાતનાં વાપરવાં, અને બને તેટલાં ઘરનાં જ વાપરવા. કળશ ધૂપ-ધાણા, આરતિ, મંગલદી, અંગભૂંછણ વગેરે એકદમ સ્વચ્છ ને ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે તેમ આલ્હાદ વધારે આવશે અને ભાવની વૃદ્ધિ પણ થવાની.
૬ વ્યશુધ્ધિ- જિનપૂજા આદિ શુભ કાર્યમાં વપરાતું દ્રવ્ય જે ન્યાયથી ઉપાર્જન કરેલું હોય તે ભાવની વૃદ્ધિ થવાથી સેનામાં સુગંધ જેવું થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org