________________
શ્રીવિધિદશન ૧૬ શ્રીવિશ્વસેન નૃપ નંદન દિવ્ય કાંતિ, માતા સુભવ્ય અચિરા તસ પુત્ર શાંતિ,
શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકનાં સ્વરૂપ બનાવી. પારેવને અભય જીવિતદાન આપ્યું, પિતાતણું અતિસુકમલમાંસ કાપ્યું; તેવા મહા અભયદાનથી ગર્ભવાસે, મારી ઉપદ્રવ ભયંકર સર્વ નાશે. શ્રી તીર્થનાયક થયા વળી ચકવર્તી, બન્ને લહી પદવીઓ ભવ એક વર્તી
જે સાર્વભૌમ પદ પંચમ ભેગવીને, તે સેલમાં જિન તણું ચરણે નમીને; ૧૭ રાશી લક્ષ ગજ અશ્વ રથે કરીને, છનું કરેડ જન લશ્કર વિસ્તરીને.
તેવી છતી અતિ સમૃદ્ધિ તજી ક્ષણિકે, શ્રી કુંથુનાથ જિનચક્રી થયા વિવેકે. ૧૮ રત્ન ચતુર્દશ નિધાન ઉમંગકારી, બત્રીશ બદ્ધ નિત નાટક થાય ભારી;
પદ્માનની ચોસઠ સસ અંગનાએ, તેવી તજ અર નેધર સંપદાઓ. ૧૯ નિત્ય કરે કવલક્ષેપન કંડ સુધી, મિત્રને તરણકાજ નિપાઈ બુદ્ધિ
ઉદ્યાન મેડન ગૃહ રચી હેમ મૂર્તિ, મલ્લી જિનેશ પડીમા ઉપકાર કરતી. ૨૦ નિસંગ દાંત ભગવંત અનંતજ્ઞાન, વિશ્વોપકાર કરુણાનિધિ આત્મધ્યાન
પંચેન્દ્રિયે વશ કરી હણું કર્મ આઠે, વદે જિનેન્દ્ર મુનિસુવ્રત તેહ માટે. ૨૧ ઇન્દ્રો સુરે નરવરે મલી સર્વ સંગે, જન્માભિષેક સમયે અતિભક્તિ રંગે;
વિદ્યાધરી સુરવરી શુભ શબ્દરાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. ૨૨ રાજિમતી ગુણવતી સતી સૌમ્યકારી, તેને તમે તજી થયા મહાબ્રહ્મચારી;
પૂર્વે ભવે નવ લગે તુમ સ્તંડધારી, હે નેમિનાથ ! ભગવંત પરેપકારી. ૨૩ સમેત શૈલ શિખરે પ્રભુ પાર્શ્વ સેહે, શંખેશ્વર અમીઝરા કલિકુંડ મેહે,
શ્રીઅશ્વસેન કુલદીપક માત વીમા, નિચ્ચે અચિન્ય મહિમા પ્રભુ પાનામા. ૨૪ સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વંદ, આનંદકારક સદા ચરણારવિંદો;
જે શાસનેશ્વર તણે ઉપકાર પામી, પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org