________________
-નવપદના સ્તવને
૩૧૩ શુદિ આસે રૌત્ર જ માસે, તપ સાતમથી અભ્યાસે, પદ સેવ્યા પાતક નાસે હે લાલ.
નવ મયણાને નૃ૫ શ્રીપાલે, આરાધે મંત્ર ઉજમાલે એહ દુઃખ દેહગને ટાળે હે લાલ. નવ એહની જે સેવા સારે, તસ મયગલ ગાજે બારે; ઈતિ, ભીતિ અનીતિ નિવારે છે લાલ. નવ મિથ્યાત્વ વિકાર અનિષ્ટ ક્ષય, જાયે દોષી દુષ્ટ હે લાલ, “ઈણ સેવે સમકિત પુષ્ટ હે લાલ. જશવંત જિનેન્દ્ર સુસાખે, ભાવે સિદ્ધચક્રનાં ગુણભાખે, તે જ્ઞાન વિનેદ રસ ચાખે હે લાલ. શ્રી સિદ્ધચક આરાધીયે, શિવસુખ ફલ સહકાર લાલ રે, જ્ઞાનાદિ ત્રણ રત્નનું, તેજ ચઢાવણ હાર લાલ રે. શ્રી સિ. ૧ ગૌતમે પૂછતા કહ્યો, વીર જિર્ણોદ વિચાર લાલ રે, નવપદ મંત્ર આરાધતાં, ફલ લહે ભવિક અપાર લાલ રે. શ્રી સિ. ૨ ધર્મરથના ચાર ચક છે, ઉપશમ ને સુવિવેક લાલ રે. સંવર ત્રીજું જાણયે, ચોથું સિદ્ધચક્ર છેક લાલ રે. શ્રી સિ. ૩ ચકી ચક્રને રથ બેલે, સાધે સયલ છખંડ લાલ રે, તિમ સિદ્ધચક્ર પ્રભાવથી, તેજ પ્રતાપ અખંડ લાલ રે. શ્રી સિ. ૪ મયણા ને શ્રીપાલજી, જપતાં બહુફલ લીધ લાલ રે; ગુણ જશવંત જિતેંદ્રને, જ્ઞાન વિનેદ પ્રસિદ્ધ લાલ રે. શ્રી સિ. ૫
૧ વીર જિનેશ્વર અતિ અલસર, ગૌતમ ગુણના દરિયાજી,
એક દિન આણ વીરની લઈને રાજગૃહિ સંચરીયા, શ્રેણિક રાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણજી, પર્ષદા આગલ ચાર બીરાજે, હવે સુણે ભવી પ્રાણજી. માનવ ભવ તમે પુણ્ય પામ્યા, શ્રી સિદ્ધચક આરાધોજી, અરિહંત સિદ્ધ સૂરિ ઉવક્ઝાયા, સાધુ દેખી ગુણ વાધાજી; દરિસણ નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીએજી, ધુર આસેથી કરવા આંબલ, સુખ સંપદા પામી જે જી. શ્રેણિકરાય ગૌતમને પૂછે સ્વામિ ? એ તપ કેણે કીધજી નવ આંબલ તપવિધિશું કરતાં, વાંછિત સુખ કેણે લીધે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org