________________
શંત્રુજય યાત્રા વિધિ
૨ ૫૫ (૭) નવ સાથીયા તથા નવ ફળ તથા નવ નૈવેદ્ય દરરોજ મૂકવાં, (૮) શ્રી શત્રુંજય તીર્થ આરાધનાથ" કરેમિ કાઉસગ્ગ કહી નવ
લોગસ્સનો કાઉસ્સગ્ગ દરરોજ કરે. (૯) હંમેશા યથાશકિત અષ્ટ પ્રકારી પૂજા કરવી. (૧૦) એક વખત ૧૦૮ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે. (૧૧) શકિત હોય તે ચઉવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરવી. (૧૨) ઘેટીની પાળે, રોહીશાળાની પાગે અને શેત્રુંજી નદીની પાળેથી
એકવાર તે અવશ્ય જાત્રા કરવી તથા બાર ગાઉ, છ ગાઉ અને દેઢ ગાઉની પ્રદક્ષિણા કરવી. આ રીતે બધી મલીને કુલ ૧૦૮
જાત્રા કરવી. (૧૩) નવ વખત નવટુંકના દર્શન કરવાં. નવટુંકમાં દરેક ટુંકના મુલ–
નાયક પ્રભુની પાસે ચૈત્યવંદન કરવું. (૧૪) દરરોજ નવ ખમાસણા, નવ દુહા બેલીને દેવાં. દુહા–સિદ્ધાચળ સમરું સદા, સેરઠ દેશ મોઝાર;
મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ ગઢ ગિરનાર; શેત્રુંજી નદી નાહ્ય નહીં, એને એળે ગયે અવતાર શેત્રુંજી નદી નાહીને, મુખ બાંધી મુખકેશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતેષ. એકેકું ડગલું ભરે. શેત્રુજા સામે ; 2ષભ કહે ભવ કોડના, કર્મ અપાવે તેહ. શેત્રુજા સામે તીરથ નહિ, ઋષભ સમ નહિં દેવ ગૌતમ સરીખા ગુરૂ નહિં, વળી વળી વંદુ તેહ. જગમાં તીરથ દો વડાં, શત્રુજ્ય ગિરનાર એક ગઢ અષભ સમેસર્યા, એક ગઢ નેમકુમાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org