________________
૨૫૪
શ્રી વિધિ સંગ્રહ પ શેઠાણી ઉજમબાઈની ટુંકમાં નંદીશ્વરદ્વીપની સુંદર રચના છે. ૬ હેમાભાઈ શેઠની ટુંકમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાન છે. ૭ સાકરચંદ પ્રેમચંદની ટુંકમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુ છે. ૮ છીપાવાસીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ૯ ચૌમુખજીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ચૌમુખજી
છે. શેઠ નરશી કેશવજીની ટુંકમાં મૂળનાયક શ્રી અભિનંદસ્વામી ભગવાન છે.
નવાણું યાત્રા વિધિ ૧ નવાણું યાત્રા કરનારે નીચે લખેલા પાંચ સ્થળે દરરોજ ત્યવંદન કરવા જોઈયે. (૧) ગિરિરાજ સન્મુખ તળેટીએ, ૨ શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસરે
૩ શ્રી રાયણ પગલાં તળે, ૪ શ્રી પુંડરીક સ્વામીના દેરાસરે ૫ શ્રી મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના દેરાસરે રેજ એકેક ચૈત્ય
વંદન તથા એકેક વખત આ પાંચે સ્થાને સ્નાત્ર ભણાવવું જોઈએ. (૨) નવાણું કરનારે દરરોજ ૧૦ બાંધી નવકારવાળી ગણવી એટલે
નવાણું પૂર્ણ થતાં એક લાખ નવકાર પૂરા થાય. (૩) નવાણું યાત્રા કરનાર મનુષ્ય હંમેશા બે વખત પડિક્કમણું કરવું,
સચિત્તને ત્યાગ, બ્રહ્મચર્ચનું પાલન અને શકિત હોય તો એકાસણું
કરવું, ભૂમિએ સંથારે કરે, પગે ચાલીને યાત્રા કરવી. (૪) નવાણું યાત્રાએ ગિરિરાજની કરવી. ઉપરાંત બીજી ઘેટી પાગની
નવયાત્રા મલી કુલ ૧૦૮ યાત્રા કરવી. (૫) યથાશકિત રથયાત્રાને વરઘોડે ચઢાવ. નવાણું પ્રકારની પૂજા
ભણાવવી તથા આંગી રચાવવી. (૯) હંમેશા ત્રણ પ્રદક્ષિણા તથા એકવાર દાદાનાં મંદિરને ફરતી ૧૦૮
પ્રદક્ષિણા દેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org