________________
૨૧૪
શ્રી વિધિ સંગ્રહ
સઘળી વસ્તુઓ અને બધી ક્રિયામાં ત્રીશ–ત્રીશ સમજવું. અને સંતિ કરને સ્થાને “જ્યતિહયણ” તે કહેવું.
પ્રથમ ચૈત્ય વંદન આદીશ્વર જિનસયને, પહેલે જે ગણધાર, પંડરીક નામે થયે, ભવિજનને સુખકાર, ચૈત્રી પૂનમને દિને, કેવલસિરિ પામી, ઈણ ગિરિ તેહથી પુંડરીક–ગિરિ અભિધા પામી. પંચકેડી મુનિશું કહ્યા એ, કરી અનશન શિવઠામ, જ્ઞાનવિમલસૂરિ તેહના, પય પ્રણમે અભિરામ.
દ્વિતીય સ્તુતિ જાઈ જુઈ માલતી, દમણો ને મરૂ ચંપક કેતકી કુંદ જાતિ, જસ પરિમલ ગિરૂ; બેલસિરિ જાસુદ વેલી, વાલે મંદાર, સુરભિનાગ પુન્નાગ અશક, વળી વિવિધ પ્રકાર. ગ્રંથિમ વેઢિમ ચઉવિધે એ, ચારૂ રચી વરમાલ, નય કહેશ્રી જિન પૂજતાં, ચૈત્રી દિન મંગલમાલ.
પ્રથમ થેય જોડે ચૈત્રી પૂનમ દિન, શત્રુંજય ગિરિ અહિઠાણ, પંડરીક વર ગણધર તિહાં, પામ્યા નિર્વાણ, આદીશ્વર કેરા, શિધ્ય પ્રથમ જ્યકાર, કેવલ કમલા વર, નાભિ નરિંદ મલ્હાર. ચાર જંબુદ્વીપે, વિચરતા જિન દેવ, અડ ધાતકીખડે, સુર નર સારે સેવ, અડ પુષ્કર અર્થે, ઈણિપરે વીશ જિનેશ, સંપ્રતિ એ સેહે, પાંચ વિદેડ નિવેશ. પ્રવચન પ્રહણ સમ, ભવજલનિધિને તારે, કે હાદિક મહટાં, મત્સ્યતણું ભય વારે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org