SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી વિધિ સંગ્રહ ચલવે શિવ સાથે. ૧ લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ, કાયા માયા ટાળીને, લહ્યા પંચમ નાણુ ૨ શ્રીવત્સ લંછન સુંદરુએ, પદ પદ્મ રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ. ૩ ય–શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, ભવ શિવ સુખ કામી, પ્રણમીયે શીશ નામી. ૧ શ્રી શ્રેયાંસનાથ જિન ચૈત્યવંદન શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની એંશી ધનુષની કાય ૧ વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય; ખડગી લંછન પદક જે, સિંહપુરીને રાય. ૨ રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન પામ્યા તસ પદ પદ્ધને, નમતાં અવિચલ સ્થાન. ૩ થય–વિષ્ણુ જસ માત, જેહના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવનમેં વિખ્યાત, સુરપતિ સંઘાત; જાસ નિકટ આયાત, કરી કર્મને ઘાત, પામીયા મોક્ષ સાત. ૧ શ્રી વાસુપૂજ્ય જિન ચૈત્યવંદન વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; વાસુપૂજ્ય કુલ ચંદ્રમા, માતા જયા નામ. ૧ મહિષ લંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ કાયા આયુ વરસ વલી, બહોતેર લાખ વખાણ. ૨ સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પ વચન સુણ, પરમાનંદી થાય. ૩ ય–વિશ્વના ઉપગારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામક્રોધાદિ વારી, તાર્યા નરનારી, દુઃખ દેહગ હારી વાસુપૂજ્ય નિહારી, જાઉં હું નિત્ય વારી. ૧ શ્રી વિમલનાથ જિન ચૈત્યવંદન કંપિલપુર વિમલપ્રભુ, શ્યામાં માતા મલ્હાર, કૃતવર્મા નૃપ કુલ નભે, ઉગમી દિનકાર. ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસતણું, આયુ સુખદાય (સુખ સમુદાય) ૨ વિમલ વિમલ પિતે થયા એક સેવક વિમલ કરેહ; તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, એવું ધરી સનેહ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy