________________
૧૧૮
શ્રી વિધિ સંગ્રહ અને પાછળના ભાગમાં તેનાથી કંઈક ઓછી જગ્યા રાખી ઉભા રહેવું તે) આજુબાજુ કે ઉપર ટેકા વગર સ્થિર અને ખુલ્લા શરીરે સીધા ઉભા રહેવું. બે હાથ નીચે છુટા લાંબા રાખવાં. ડાબા હાથમાં ચરવલે અને જમણા હાથમાં મુહપત્તિ રાખવી. ડેકસીધી રાખવી, નજર નાસિકાના અગ્રભાગ ઉપર રાખવી અગર ચાર્ય સ્થાપના પર રાખી પ્રસન્ન મુખમુદ્રાથી કાઉસ્સગ્નના ૧૯ દોષે ટાળી નવકાર મંત્ર કે લેગસ્સનો કાઉસ્સગ્ન કરે.
કાઉસ્સગ્નમાં ૧૯ દોષ ટાળવાના હોય છે તે નીચે મુજબ(૧) ઘટક–ઘેડાની જેમ પગ ઉંચે કે વાંકે ન રાખ. (૨) લતા-વેલડીની જેમ શરીર હલાવવું-કપાવવું નહિં. (૩) સ્તંભ-થાંભલે ટેકે ન દે. (૪) માળ-માળીને માથું ન લગાડવું. (૫) ઉદ્ધી–ગાડાની ઉધની પેઠે બનેય પગ અને તેના અવયવે એકઠાં ન કરતાં ૪ આંગળનું અંતર રાખવું. (૬) નિગડ–બેડીમાં કેદી ઉભું રહે તેમ પગ પહોળા ન રાખવાં. (૭) શબરી–નગ્ન ભીલડીની માફક ગુહ્ય ભાગ પર હાથ ન રાખતાં બાજુમાં સીધાં રાખવા. (૮) ખલિન-ઘેડાના ચેકડા માફક રજોહરણ કે ચરવળે ન રાખતાં સીધે રહે તેમ રાખ. (૯) વધૂ-વહુની પેઠે માથું નીચું નમાવી ન દેવું. (૧૦) લંબુન્નર-ધોતિયું કે ચલપટ્ટો લાંબો ન રાખતાં હૂંટીથી ૪ આંગળ નીચે અને ઢીંચણથી ૪ આંગળ ઉપર રાખ. (૧૧) સ્તન–સ્ત્રીઓ છાતી પર વસ્ત્ર રાખે તેમ ન રાખવું. (૧૨) સંયતિ– સાધ્વીજીની પેઠે આખું શરીર ન ઢાંકવું. (૧૩) ભ્રમિતાંગુલી–નવકાર કે લેગસ્સની સંખ્યા ગણવા આંગળીના વેઢાં કે આંખના ભવાં વિગેરે ન હલાવતાં સ્થિર રાખવાં. (૧૪) વાયસ-કાગડાની પેઠે આંખના ડોળા આમતેમ ન ભમાવતાં સ્થિર રાખવાં. (૧૫) કપિત્થ-કપડાં બગડવાની બીકે ઘડી કે પાટલી બરાબર રાખી હાથમાં કે પગમાં કઠાની માફક દબાવી ન રાખવી. (૧૬) શિર કંપ-ભૂત પેઠું હોય તેમ માથું હલાવી ધૂણવું નહિં. (૧૭) મૂક-મૂંગા માણસની પેઠે હું હું ન કરવું. (૧૮) વાણી-દારૂ બને ત્યારે થતાં બડબડ શબ્દો જેવાં શબ્દ ન કરવાં. (૧૯) વાનર-વાંદરા માફક આમ-તેમ જેવું નહિ તેમ જ હઠ હલાવવાં નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org