________________
૧૧૬
શ્રી વિધિ સંગ્રહ જાપ ટચલી (છેલ્લી) આંગળીથી કરવું. આ રીતે પાંચ આંગળીઓ વડે જુદા જુદા કાર્યો માટે માલા ગણવાનું વિધાન છે.
માલા-નવકારવાલી ગણતાં હૃદયની સામે રાખવી જોઈએ. અને નજરને તેમાં સ્થિર કરવી. જેથી વચન અને કાયાની બીજી પ્રવૃત્તિ બંધ થઈ જાય.
નવકારવાલી ગણતાં પુરી થાય અને બીજીવાર ગણવી હોય તે તેને મેર (મેરુ) ને ઓળંગવે નહિ, માલા ફેરવીને ગણવી જોઈએ, તથા નવકારવાલી ગણતાં નખ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ, માલાનું શાસ્ત્રીય નામ “પંચ પરમેષ્ઠિ ગુણમાલા” છે. નવકારવાલીમાં ૧૦૮ મણકા કેમ? નામના આધારે આપણે એમ કહી શકીએ કે પંચપરમેષ્ટિના જેટલા ગુણ હોય તેટલા મણકા આ માલામાં હેય; અરિહંતના-૧૨ સિદ્ધના–૮, આચાર્યના-૩૬ ઉપાધ્યાયના-૨૫ ને મુનિના-૨૭ આમ ગુણેને સરવાળે કરતાં ૧૦૮ થાય છે માટે નવકારવાલીના ૧૦૮ મણકા હોય છે.
પછી બીજે પ્રશ્ન એ થાય કે માળાથી કયે મંત્ર ગણવો? કયે મંત્ર વધુ ફલદાયી અને મોટે છે? તેને ખરેખરે ઉત્તર તે એ જ છે, કે જે મંત્રમાં ભગવાનનું નામ છે તે જ મંત્ર ખરે ને મટે છે. ત્યારે શબ્દથી અને અર્થથી જે શાશ્વતે છે, તે નવકારમંત્ર જ સૌથી મટે છે. કેટલાક આરાધકે મંત્રની આગળ પાછળ 1 કલી કુટું સ્વાહ, વિગેરે ખૂબ ખૂબ અક્ષરો લગાડી ગણે છે, પણ એકાંતે જેને કર્મનિર્જન રાને હેતુ હોય તેઓને આવા વધારાના અક્ષરોની જરૂરીયાત રહેતી નથી.
નવકારવાલી ગણતાં અવાજ ન થાય તે રીતે મનમાં ગણવાની છે. નવકારવાલીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. નવકારવાલી, માલા, જપમાલિકા, પરમેષ્ટિ ગુણમાલા તસ્ની.
વગેરે દરેક ધર્મવાલા જુદા જુદા નામથી ઓળખે છે, નવકારવાલી જાપના કારણે પૂજ્ય બને છે. માટે ગમે તેમ-ગમે તે સ્થાને રખડતી ન મૂકાય, પગમાં ન આવે તેમ રાખવી જોઈએ. માટે ચોક્કસ સ્થાને ડબ્બીમાં રાખવી. - +
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org