________________
પ્રસ્તાવના
શે- આ પ્રતિ પાટણના ખેતરવસીના પાડાના ભંડારની છે. તાડપત્ર ઉપર લખેલી છે. પત્ર ૧ થી ૧૭૧ માં પ્રારંભમાં આચારાંગ મૂળ તથા છેવટના થોડા પત્રોમાં આચારાંગનિર્યુક્તિ છે. ૧લું પત્ર ખૂટે છે. ભંડારનો જુનો કેટલોગ નંબર ૫૬ છે અને નવો નંબર ૧૪ છે.
સં – પાટણના સંઘવી પાડા જ્ઞાનભંડારની આ તાડપત્ર ઉપર લખેલી પ્રતિ છે. આનો ક્રમાંક ૧૩૫ (૧) છે. (ગાયકવાડ ઓરિએન્ટલ સીરીજના કેટલોગમાં આનો ક્રમાંક ૧૬૮ (૧) છે.) લિપિનો આકાર તથા પ્રશસ્તિમાં નિર્દિષ્ટ બે આચાર્યોનો સમય લક્ષમાં લેતાં, વિક્રમના તેરમા શતકના ઉત્તરાર્ધમાં આ પ્રતિ લખાઈ હોવી જોઈએ. પત્ર ૧ થી ૧૨૭ છે. લંબાઈ-પહોળાઈ ૧૫"૪૧ ઈચ લગભગ છે.
સંજી – આ પણ પાટણના સંઘવી પાડા જ્ઞાન ભંડારની જ તાડપત્રીય પ્રતિ છે. આનો ક્રમાંક ૩૧ (૨) છે. (ગા. ઓ. સિ.ના કેટલોગમાં આનો ક્રમાંક ૩૫૬ (૧) છે.) પત્રસંખ્યા ૧ થી ૭૫ છે. આચારાંગ મૂળ, નિયુક્તિ, તથા વૃત્તિ ત્રણ ભેગાં લખેલાં છે. વૃત્તિને અંતે વિક્રમ સંવત ૧૪૬૭માં લખ્યાનો નિર્દેશ છે. આની લંબાઈ-પહોળાઈ ૩૨”x૧" ઇંચ છે. ઉપરની રે પ્રતિ કરતાં આ પ્રતિ ઘણી દીર્ધ (લાંબી) હોવાને લીધે આની અમે સહી સંજ્ઞા રાખી છે. આચારાંગસૂત્રના સંપાદન સમયે અમે આનો ઉપયોગ કરી શક્યા નથી. આ આચારાંગસૂત્ર સંપૂર્ણ છપાઈ ગયા પછી તેમ જ આ પ્રસ્તાવના પણ લખાઈ ગયા પછી, અમે પાટણ ગયા ત્યારે જ સંઘવી પાડાના ભંડારના વ્યવસ્થાપક સ્વ. સેવંતિલાલ છોટાલાલ પટવાના સુપુત્રોના સૌજન્યથી આ પ્રતિ મળી શકી છે. આજ સુધી અમે ઉપયોગમાં લીધેલી બધી જ હસ્તલિખિત પ્રતિઓમાં જે પાઠો અમને મળ્યા નહોતા તે કેટલાક વિશિષ્ટ અને શુદ્ધ પાઠો આ પ્રતિમાં છે. અમે પાંચમા પરિશિષ્ટમાં, શુદ્ધિ-વૃદ્ધિપત્રકમાં તથા વિશિષ્ટ રીતિપાત્રામાં આ પાઠોનો સંગ્રહ કરેલો છે.
નેo – જેસલમેરના જિનભદ્રસૂરિ જૈન જ્ઞાન ભંડારની આ પ્રતિ છે. તાડપત્ર ઉપર લખેલી છે. ક્રમાંક ૧ છે. આનો ઉપયોગ પ્રારંભના થોડા ભાગ સુધી જ કરવામાં આવેલો છે. કારણ કે અમને મળેલી પાઠભેદોની નોંધમાં સૂત્ર ૩૧ સુધીના જ પાઠ ભેદોની નોંધ કરવામાં આવી છે.
(૨) કાગળ ઉપર લખેલી પ્રતિઓ
– જૈન સાહિત્યવિકાસ મંડળની આ પ્રતિ છે. પત્ર ૧ થી ૬૨. આ પ્રતિ કાગળ ઉપર લખેલી હોવા છતાં ઘણીવાર છે. પ્રતિ સાથે મળતી આવે છે. લંબાઈ-પહોળાઈ ૧૨" X જા".
છે ? – શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર–પાટણની આ પ્રતિ છે. પત્ર ૧ થી ૫૧ માં આચારાંગ ભૂલ તથા નિર્યુક્તિ છે. ભંડારનો કેટલોગ નંબર ૭૧૯ છે.
૨– શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર–પાટણની આ પ્રતિ છે. પત્ર ૧ થી ૫૯ છે. તેમાં માત્ર આચારાંગ મૂળ છે. ભંડારનો કેટલોગ નંબર ૯ છે.
હે રૂ– શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર-પાટણ–ની આ પ્રતિ છે. પત્ર ૧ થી ૧૦૫માં આચારાંગ મૂળ તથા નિર્યુક્તિ છે. ભંડારનો કેટલોગ નંબર ૧૦૨૬૦ છે.'
૧. આ પ્રતિના અંતમાં નીચે પ્રમાણે ઉલલેખ છે.
शुभं भवतु । मंगलमस्तु । श्रीरस्तु। कल्याणं भूयात् । जयो भवतु। यादृशं पुस्तके दृष्ट्वा(ष्टं) तादृशं लिखितं मया ।। यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥ १॥छ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org