SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કરતાવના યાપનીયો વિષે પણ ચૂર્ણિમાં ઉલ્લેખ છે. વૃત્તિ: આચારાંગસૂત્રના અર્થને સમજવા માટે અત્યારે સૌથી અધિક પ્રચાર શીલાચાર્યે રચેલી આ વૃત્તિનો છે. તેમનું અત્યારે તો શીલાંકાચાર્ય પ્રસિદ્ધ નામ છે. પરંતુ તેઓશ્રી પોતે જ પોતાને રશીલાચાર્ય તરીકે ઓળખાવે છે એટલે અમે શીલાચાર્ય નામનો મોટા ભાગે ઉલ્લેખ કર્યો છે. સૂત્રકૃતાંગ ઉપર પણ તેમણે જ વૃત્તિ રચેલી છે. આચારાંગ તથા સૂત્રદ્ધાંગને સમજવા માટે અત્યારે જે કોઈ વિસ્તૃત સાધન હોય તો તે આ વૃત્તિ જ છે. આ વૃત્તિમાં પણ અનેક વાતોનો ખજાનો છે. પ્રસંગ આવ્યો છે ત્યાં કર્મ વિષે ઘણું વિસ્તારથી વર્ણન કર્યું છે. આની રચના શકસંવત ૭૮૪ (બીજા ઉલ્લેખ પ્રમાણે શક સંવત ૭૯૮)માં અર્થાત વિક્રમ સંવત ૯૧૮ (બીજા ઉલ્લેખ પ્રમાણે ૯૩૨)માં થઈ છે એમ તેમના જ ઉલ્લેખ ઉપરથી જણાય છે. બીજી કેટલીક પ્રતિઓમાં મળતા ઉલ્લેખ પ્રમાણે પ્રથમ શ્રુતસ્કંધની વૃત્તિની રચના ગુપ્તસંવત ૭૭ર અને બીજા શ્રુતસ્કંધની વૃત્તિની રચના શકસંવત ૭૯૮માં થયેલી છે. આ ગુપ્તસંવત જે શકસંવત્ જ હોય તો પ્રહ શ્રુની વૃત્તિની રચના શકસંવત ૭૨ (વિક્રમ સંવત ૯૦૬)માં થયેલી છે. આનું ૧૨૦૦૦ શ્લોક જેટલું પ્રમાણ ગણાય છે. આમાં નાગાર્જની વાચનાનો પણ દશ પસ્થળે ઉલ્લેખ છે. ચૂર્ણિના આધારે જ તેમણે આ ઉલ્લેખ કર્યો હશે, એમ જણાય છે. ૧. પ્રાચીન સમયમાં યાપનીયસંધ હતો, તેના પાસે પણ ઘણાં શાસ્ત્રો અને પાડપરંપરાઓ હતાં. થાપનીય સંધ કંઈક અંશે વેતાંબરોને અને કંઈક અંશે દિગંબરોને મળતો હતો. જેનઆત્માનંદસભા-ભાવનગર-પ્રકાશિત રીનિર્વાન-વત્રિમવિર ની પ્રસ્તાવનામાં યાપનીયસંધ વિશે અમે વિસ્તારથી કેટલુંક જણાવેલું છે. આ યાપનીયોનો ઉલ્લેખ આચારાંગન ૧૫૪મા સૂત્રની ચૂણિમાં પણ નીચે પ્રમાણે મળે છે— “आह-जइ एवं अप्पबहुअणुथुल्लचेयणाचेयणदव्वआदाणातो परिग्गहो भवति तेण जे इमे सरीरमित्तपरिग्गहा पाणिपुडभोइणो ते णाम अपरिग्गहा, तं जहा-उदुंडग-बोडिया(य)-सरक्खमादि तेसिं अप्पादिपरिग्गहवियप्पा णत्थि, तं च [s)परिग्गहं भत्तं (वतं) लद्धं सेसाणि वि वयाणि तेसिं મવિસ્તૃતિ, વઢિ(તિ)જ સંગમો, તો નો ૬ [fa] ! તેં જ ન મના–જુવેલિ महन्भयं भवति [सू. १५४] जे बोडियादि आउक्काया रसगादि तिविहेंति (आउक्काय-उद्देसिगादि गिण्हेंति ?) तेसिं तदेव सरीरं महब्भयं। जे वि आउक्काइयउद्देसियादि परिहरंति जावणिजाइणो ते वि अपडिलेहितं भुंजंति अपडिलेहिते य ठाणादीणि करेंति।"-आचाराङ्गचूर्णि २. "ब्रह्मचर्याख्यश्रुतस्कन्धस्य निर्धतिकुलीनश्रीशीलाचार्येण तत्त्वादित्यापरनाम्ना वाहरिसाधुसहायेन कृता ટી પરિસમાપ્તિા ...... शीलाचार्येण कृता गम्भूतायां स्थितेन टीकेषा। सम्यगुपयुज्य शोध्या मात्सर्यविनाकृतैरायः ॥"-आचारागवृत्ति पृ० ३१७ " इति समाप्तेयं सूत्रकृतद्वितीयाङ्गस्य टीका। कृता चेयं शीलाचार्येण वाहरिगणिसहायेन।" सूत्रकृताङ्गवृत्ति पृ० ४२७। ૩. જુઓ ૫૦ ૧૬૧ વગેરે. ૪. જો સ્ત્રી નિર્વાણમિત્તિકર ની પ્રસ્તાવના, પૃ. ૨૩ પ. જુઓ આચારાંગવૃત્તિ પૃ૦ ૧૧૮, ૧૬૬, ૧૮૩, ૧૯૮, ૨૦૧, ૨૩૯, ૧૪૫, ૨૫૩, ૨૫૬, ૩૦૩ તથા જુઓ આ ગ્રંથમાં સૂ૦ ૭૫, ૧૨૩, ૧૩૪, ૧૪૭, ૧૪૯, ૧૮૧, ૧૮૭, ૧૩, ૧૯૬, ૨૧૦ નાં ટિપ્પણું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy