SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ચૂલા નિશીથ ઉપર તેમણે જ નિર્યુક્તિ રચી છે એમ ચોથી ચૂલાની નિયુક્તિને અંતે આવતી ગાથા ઉપરથી જણાય છે. નિશીથની નિયુક્તિમાં ભાષ્યગાથાઓનું મિશ્રણ થયેલું હોવાથી ચૂણિકારના ઉલ્લેખ ઉપરથી જ તેમાં નિયુક્તિ ગાથા કઈ છે તે સમજી શકાય છે. બૃહકલ્પસૂત્ર ઉપરની નિયુક્તિમાં પણ ભાષ્યગાથાઓનું મિશ્રણ થઈ ગયેલું છે, એમ આચાર્યશ્રી મલયગિરિજી મહારાજ બૃહકલ્પવૃત્તિમાં સ્પષ્ટ જણાવે છે. વિક્રમથી બસો વર્ષ વીત્યા બાદ આર્ય ગંધહસ્તીએ આચારાંગ ઉપર વિવરણ રચ્યું હતું એવો ઉલ્લેખ હિમવંત ઘેરાવલીમાં મળે છે. પરંતુ અત્યારે તો આર્ય ગંધહસ્તિવિરચિત વિવરણ મળતું નથી જ. આચારાંગવૃત્તિકાર શીલાચાર્યે કરેલા નિર્દેશમાં તો આર્ય ગંધહસ્તીએ રચેલા આચારાંગના પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞાના વિવરણની જ માત્ર ઉલલેખ છે. १. “नियुक्ति ष्यं चैको ग्रन्थो जातः"-बृहत्कल्पवृत्ति पृ० २. . બૃહલ્પસૂત્ર છઠ્ઠા ભાગના આમુખમાં આ. પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ નીચે પ્રમાણે જણાવે છે. હિમવંતશૂરાવલી ” માં નીચે પ્રમાણેનો ઉલ્લેખ છે— __ आर्यरेवतीनक्षत्राणां आर्यसिंहाख्याः शिष्या अभूवन् , ते च ब्रह्मद्वीपिकाशाखोपलक्षिता अभूवन् । तेषामार्यसिंहानां स्थविराणां मधुमित्राऽऽर्यस्कन्दिलाचार्यनामानौ द्वौ शिष्यावभूताम् । आर्यमधुमित्राणां शिया आर्यगन्धहस्तिनोऽतीव विद्वांसः प्रभावकाश्चाभूवन् । तैश्च पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकरचिततत्त्वार्थोपरि अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितम्। एकादशाङ्गोपरि चार्यस्कन्दिलस्थविराणामुपरोधतस्तैर्विवरणानि रचितानि। यदुक्तं तद्रचिताचाराजविवरणान्ते यथाथेरस्स महुमित्तस्स, सेहेहिं तिपुष्वनाणजुत्तेहिं । मुणिगणविवंदिएहिं, ववगयरागाइदोसेहिं ॥१॥ बंभद्दीवियसाहामउडेहिं गंधहत्थिविबुहेहिं । विवरणमेयं रइयं दोसयवासेसु विक्कमओ ॥२॥ અર્થાત્ “આર્યરેવતી નક્ષત્રના આર્યસિંહનામે શિષ્ય હતા. જે બ્રહ્મદ્દીપિકાશાખીય તરીકે ઓળખાતા હતા. સ્થવિર આર્યસિંહના મધુમિત્ર અને આર્યસ્કેન્દિલ નામે બે શિષ્યો હતા. આર્ય મધુમિત્રના શિષ્ય આર્યગંધહસ્તિ હતા, જેઓ ઘણા વિદ્વાન અને પ્રભાવક હતા. તેમણે વાચક ઉમાસ્વાતિકૃત તવાર્થ ઊપર એસી હજાર બ્લોકપ્રમાણ મહાભાષ્યની રચના કરી હતી અને સ્થવિર આર્યઋદિલના આગ્રહથી અગીઆર અંગો ઉપર વિવરણો રચ્યાં હતાં. જે હકીક્ત તેમણે રચેલા આચારાંગસૂત્રવિવરણના અંતભાગથી જણાય છે. જે આ પ્રમાણે છે સ્થવિર આર્યમધુમિત્રના શિષ્ય, મુનિગણમાન્ય, ત્રણ પૂર્વનું જ્ઞાન ધરાવનાર બ્રહ્મકીપિકા શાખીય સ્થવિર ગંધહસ્તીએ વિક્રમથી બસો વર્ષ વીત્યા બાદ આ (આચારાંગસૂત્રનું) વિવરણ રહ્યું છે – જો કે ઉપર હિમવંત ઘેરાવલીમાં જણાવેલ અગીઆર અંગનાં વિવરણ પૈકી એક પણ વિવરણ આજે આપણા સામે નથી. તે છતાં આચાર્ય શ્રીશીલાંકે પોતાની આચારાંગસૂત્ર ઉપરની ટીકાના પ્રારંભમાં “રાત્રપરિજ્ઞાવિવરામસિવ જનં ૨ બસ્તિતમ્” એમ જણાવ્યું છે તે જોતાં હિમવંતરાવલીમાંનો ઉલ્લેખ તરછોડી નાખવા જેવો નથી, અસ્તુ.” बृहत्कल्पसूत्र-आमुख पृ० ३-४. 3. शस्त्रपरिज्ञाविवरणमतिबहु गहनं च गन्धहस्तिकृतम् तस्मात् सुखबोधाथ गृह्णाम्यहमञ्जसा सारम ॥२॥ આ પ્રમાણે શીલાચાર્ય પૃ૦ ૩ આચારાંગવૃત્તિમાં જણાવે છે અને પૃ૦ ૮૨માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy