SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પ્રસ્તાવના તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓ– અથવા જે ૨–આ તાડપત્ર ઉપર લખેલી પ્રતિ જેસલમેરના (ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનભદ્રસૂરિ સંસ્થાપિત) જ્ઞાનભંડારની છે. તેનો ક્રમાંક ૯ છે. ક્રમાંક ૯માં ૧થી ૬૪ પત્ર સુધી સમવાયાંગસૂત્ર મૂળમાત્ર છે. ૨૪મું પત્ર નથી. તે પછી પત્ર ૬૫થી ૨૧૫માં સમવાયાંગ ઉપર આ૦ શ્રી અભયદેવસૂરિવિરચિત વૃત્તિ છે. આનાં અંતમાં જે લખાયું છે તે પૃ. ૪૮૦ ટિવ ૧૨ માં અમે જણાવ્યું છે. આની લંબાઈ-પહોળાઈ ૨૭૪૨ ઈંચ છે. સમવાયાંગસૂત્રનું મુદ્રણ ચાલતું હતું ત્યારે અમારા પાસે પૂ૦ શ્રી પુણ્યવિજયજી મહારાજે લેવરાવેલી ફિલ્મ ઉપરથી તૈયાર કરેલા આ ગ્રંથના મૂળમાત્રના ફોટાઓ જ હતા. સમવાયાંગસૂત્રનું મુદ્રણ પૂર્ણ થયા પછી મૂળ તથા વૃત્તિના ફોટાઓ પણ અમારા પાસે આવ્યા છે, જેનો ઉપયોગ અમે ટિપ્પણમાં (આઠમાં પરિશિષ્ટમાં) કર્યો છે. જે ૨ આ તાડપત્ર ઉપર લખેલી પ્રતિ પણ ઉપર જણાવેલા જેસલમેરના જ્ઞાનભંડારની છે, આમાં પત્ર ૧ થી ૪૫ સુધી સમવાયાંગસૂત્ર મૂળમાત્ર છે, ૧૫મું પત્ર નથી. પત્ર ૪૬ થી ૧૩૪માં આ૦ શ્રી અભયદેવસૂરિવિરચિત વૃત્તિ છે. આનો ક્રમાંક ૮ છે. આના ફોટા અમને ઘણું પાછળથી મળ્યા છે. આનો ઉપયોગ અમે ટિપ્પણમાં (આઠમા પરિશિષ્ટમાં) તથા પૃ૦ ૪૧૭–૪૧૮, ૪૩૧-૪૩૬, ૪૪૫-૪૪૮, ૪૬૫–૪૬૬ પાનામાં કર્યો છે. આ પ્રતિના અંતમાં સંવત્ ૧૪૮૭ વર્ષે પોષમુદ્રિ ૧૦ એમ લખેલું છે. આની લંબાઈ-પહોળાઈ ૩૩૪૨ ઇંચ છે. સં–ખંભાતના શ્રી શાંતિનાથ જૈન ભંડારની તાડપત્ર ઉપર લખેલી આ પ્રતિ છે. તેનો નંબર ૩૭ છે. તેમાં ૧ થી ૯૭ સુધીના પત્રોમાં સમવાયાંગસૂત્ર મૂળમાત્ર છે. તે પછી ૯૮ થી ૩૩૦ પત્રોમાં આ શ્રી અભયદેવસૂરિવિરચિત સમવાયાંગવૃત્તિ છે. ૩૪, ૩૫, ૬૭, ૨૭૩થી ૨૭૮, ૩૧૮, ૩૨૦ થી ૩૨૨ આટલાં પત્ર ખૂટે છે. આની લંબાઈ પહોળાઈ ૧૫xરા ઇંચ છે. વિક્રમ સંવત ૧૩૪૯માં લખાયેલી આ પ્રતિના અંતમાં જે ઉલ્લેખ છે તે પૃ૦ ૪૮૦ ટ ૧૨ માં અમે જણાવ્યો છે. આ છે , જે (અથવા ને ૨) તથા વં ત્રણ પ્રતિઓ તાડપત્ર ઉપર લખેલી છે. કાગળ ઉપર લખેલી પ્રતિઓ– હા૨આ પ્રતિ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદની)ની છે. ૧૭૦૪૪ પ્રતિ નંબર છે. પત્રસંખ્યા ૧ થી ૩૮ છે. આના અંતમાં જે ઉલ્લેખ છે તે પૃ૦ ૪૮૦ ટિ. ૧૨ માં અમે જણાવ્યો છે. રા ૨-આ પ્રતિ પણ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ) ની છે. પ્રતિબર ૧૭૦૪૫ છે. પત્રસંખ્યા ૧ થી ૨૬ છે. આના અંતમાં શ્રી સેટની વષતચંદ્ર લુણાદ્યચંદ્ર ! માર્યા કરાવવાë વગરયા(?)Á પુસ્તકમંદાર પરીવારનાયું એમ કાળી શાહીથી લખેલું છે. અને માર્જિનમાં લાલ શાહીથી સાશ્રી વછી મર્યા વાર્ફ નોર તપુત્ર સાફ સ#િાળ સાત્રિમંદાર પિä | ભૂત વર્ધમાન રથતિહાસ વારના ૫ એમ લખેલું છે. –પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની આ પ્રતિ છે. પત્રસંખ્યા ૧ થી ૨૭ છે. ડાબડા નંબર ૨૧૩ માં લ૯૯૬ નંબરની આ પ્રતિ છે. આની લંબાઈ–પહોળાઈ ૧૩ ૪ ૫ ઈંચ છે.. ૨–આ પ્રતિ પણ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની છે. પત્રસંખ્યા ૧ થી ૭૦ છે. ડાબડા નંબર ૭માં ૭૫ નંબરની આ પ્રતિ છે. આમાં ટીકાને આધારે સંસ્કારો કરેલા કેટલાક પાઠો લાગે છે. હું ? કરતાં જે ૨ અવશ્ય અર્વાચીન જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy