________________
પ્રસ્તાવના
रस-नयन-समिति-विधुमितविक्रमसंवत्सरे [स] पुण्यात्मा। श्रीमठाणजायणं सिद्धान्त लेखयांचक्रे ॥८॥छ॥ संवत् १५२७ समये वैशाख सुदि २ भोमवासरे ॥ शुभमस्तु ॥” पृ० ५५॥
છા છ–લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ની ૧૨૯૦૭ નંબરની પ્રતિ. પત્રસંખ્યા ૧-૭૯. લંબાઈ–પહોળાઈ ૧૦ ૪૪ ઇંચ. અંતમાં નીચે મુજબ ઉલ્લેખ છે
दसट्ठाणं सम्मत्तं ॥ सुभं भवतु॥ ग्रंथाग्रं ३७६०॥ प्रति लखतां संवत् १६०७ वरषे फागण वदि २ दने य ॥श्रीः॥
છા પ–લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ)ની પ્રતિ. दसट्ठाणा सम्मत्ता ॥छ । सम्मत्तं च ठाणमिति । ग्रन्थानं सप्तत्रिंशच्छतानि किञ्चिदधिकानि ३७५०॥
આ ઉપરાંત, સ્થાનાંગની અભયદેવસૂરિવિરચિત ટીકાના A B H J s તથા મુ. આટલા હસ્તલિખિત આદર્શોનો પણ ઉપયોગ આ ગ્રંથના સંશોધનમાં તથા ટિપણે લખવામાં અમે કર્યો છે. તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે–
J. , જે. (= જે ૨)–જેસલમેરની તાડપત્ર ઉપર લખેલી આ બે પ્રતિ છે. તેનો ક્રમાંક નંબર ૬ તથા ૭ છે. ક્રમાંક ૬ માં પત્રસંખ્યા ૧ થી ૩૪૯ છે. અનુમાનથી વિક્રમની ૧૩ મી સદીના પૂર્વાર્ધમાં લખાયેલી છે. કમાંક ૭નો પરિચય પહેલાં (પૃ. ૨૧માં) આપ્યો છે.
sપાટણના સંધવી પાડાના ભંડારની તાડપત્ર ઉપર લખેલી ૩૮ નંબરની આ પ્રતિ છે. અત્યારે આ આખો ભંડાર પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં છે. પેટી નંબર ૩૮ છે. પત્રસંખ્યા ૧ થી ૩૬૮ છે.
B.–આ પ્રતિમાં આવતા પાઠભેદો પૂ શ્રી પુણ્યવિજ્યજી મહારાજે તેમની પ્રતિમાં કોઈ લેખક પાસે નોંધાવેલા છે. આ પ્રતિ ક્યાંની છે તેની અમને ખબર નથી.
A આ પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની છે. ડાબો નંબર ૨૪૪માં ૧૦૪૬૧ નંબરની આ પ્રતિ છે. પત્રસંખ્યા ૧ થી ૨૯૭ છે. લંબાઈ-પહોળાઈ ૧૦ ૪૪ ઇંચ છે. અંતમાં આ પ્રમાણે ઉલ્લેખ છે—સંવત ૨૨૨૩ વર્ષે મારશીર્ષાસે રાવણે ૮ અષ્ટમ્ય તિથૌ भौमवारे। लेषकपाठकयो शुभं भवतु । कल्याणमस्तु॥
મ-આ પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં (ડાબડા નંબર ૨૧૩ માં) નંબર લ૯૯૫ની છે. પત્ર ૧ થી ૨૩૮ છે. લંબાઈ-પહોળાઈ ૧૩ ૪ ૫ ઇંચ છે.
આ H પ્રતિ મૂળમાં પાટણના કાકાના પાડાના શ્રી વાડીપાર્શ્વનાથજી ભંડારની છે. આ વિષે પં. અમૃતલાલ મોહનભાઈ ભોજક મને એક પત્રમાં જણાવે છે કે “શ્રી વાડીપાર્શ્વનાથજી ભંડારની કોઈ કોઈ અપવાદ સિવાયની મોટા ભાગની પ્રતિઓ આ. ભ. શ્રી જિનભદ્રસૂરીશ્વરજીએ લખાવેલી છે. જેસલમેરના વર્તમાન જ્ઞાનભંડારના સ્થાપક શ્રી જિનભદસ રિજીએ પ્રાયઃ દસ ભંડારો લખાવ્યા હતા, એવું મને યાદ છે. આ માહિતી પ્રાયઃ વિજ્ઞપ્તિત્રિવેણી (સિંધી ગ્રંથમાલા)ની પ્રસ્તાવનામાં હશે. આ ભંડારની તેઓશ્રીએ લખાવેલી પ્રતિઓ વિક્રમના પંદરમા શતકના અંતિમ વર્ષોની છે. (વિક્રમ સંવત ૧૪૯૯ સુધી)”
સમવાયાંગસૂત્રના સંશોધનમાં જે હસ્તલિખિત આદશનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે નીચે મુજબ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org