________________
પ્રકાશકીય નિવેદન
સંપાદનોની જેમણે મહાન જવાબદારી સ્વીકારીને અમને ઉપકૃત કર્યા છે તે પુણ્યનામધેય પૂજ્યપાદ મુનિભગવંત શ્રી જંબુવિજ્યજી મહારાજ સાહેબનો અતિ સંક્ષિપ્ત પરિચય અમે આપીએ છીએ.
પૂજ્યપાદ મુ. શ્રી જંબૂવિજ્યજી મહારાજ, દિવંગત સંસ્થવિર પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબની પટ્ટપરંપરાના છે. તેઓશ્રી આપણી પ્રાચીન અર્ધમાગધી, પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના મર્મજ્ઞ વિદ્વાન તો છે જ, ઉપરાંત અંગ્રેજી તેમ જ ઇતર કેટલીક પરદેશી ભાષાઓના તથા ગુજરાતી ભાષા ઉપરાંત ભારતની મહારાષ્ટ્રી જેવી કોઈક પ્રાદેશિક ભાષાના પણ સારા અભ્યાસી છે. ભારતીય દર્શનોના અને જૈન આગમોના પ્રકાંડ અભ્યાસી વિભૂતિસ્વરૂપ આ મુનિરાજ, તેમના સંશોધન આદિ કાર્યો નિરંતર સારી રીતે થઈ શકે તે માટે મોટ શહેરી કે મહાનગરોમાં ન રહેતાં, નાના ગામોમાં (ગામડાંમાં) રહેવાનું પસંદ કરે છે–રહે છે. આમ હોવા છતાં તેમના દ્વારા સંપાદિત અને પ્રકાશિત થયેલા ગ્રંથો અને તેની પ્રસ્તાવના વાંચીને અનેક પરદેશી વિદ્વાનોએ તેમનો પરિચય મેળવ્યો છે. એટલું જ નહીં પરંતુ અનેક પરદેશી વિદ્વાનો તેમની પાસે નાના ગામડામાં રહીને અભ્યાસની દૃષ્ટિએ અનેકવિધ માહિતી મેળવી ગયા છે તથા ઉત્તરોત્તર મેળવી રહ્યા છે. તેઓશ્રીની આ વિશ્વખ્યાતિ તે, તેઓશ્રીની નિર્ભેળ અને અપ્રમત્ત જ્ઞાનોપાસનાની સિદ્ધિ છે. આથી આપણે સવિશેષ ગૌરવ અનુભવીએ છીએ. શ્રી શંખેશ્વરછતીર્થની યાત્રાએ જનાર મહાનુભાવો માટે સાક્ષાત જ્ઞાન-ક્રિયાના સમન્વય સ્વરૂપ આ મુનિવરનાં દર્શન-વંદન કરવાનો પણ એક મહાન ધર્મલ્હાવો છે. તેઓશ્રી શંખેશ્વરછ કે તેની આસપાસનાં ગામડાંમાં જ પ્રાય: વિચરે છે. અહીં જણાવેલી તેમની જ્ઞાનોપાસના ઉપરાંત ધ્યાન, તપ અને ધર્મક્રિયાઓની આરાધના, આપણા માટે અનેકવિધ દૃષ્ટિએ પ્રેરક શિક્ષારૂપ છે. “એકમાં અનેક વિદ્યાશાખાના સમન્વયરૂપ પૂજ્યપાદ મુનિવર શ્રી બૂવિજ્યજી મહારાજની પાસેથી કોઈ ને કોઈ અધિકારી અભ્યાસાર્થ વિદ્યાસાધના કરશે” એવી અમારી શુભભાવનાયુક્ત આશા ફલિત કરવા માટે અમે શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ.
ઉપર જેમનો રંક પરિચય આપ્યો છે તે પૂજ્યપાદ મુનિભગવંત શ્રી જંબૂવિજ્યજી મહારાજ સાહેબે અમારી ગ્રંથમાળાના ઉદ્દેશ્યરૂપ સમગ્ર જૈન આગમ ગ્રંથોનું શક્ય સર્વ પ્રયત્નોથી સંશોધનસંપાદન કરવા માટેના જે ભગીરથ કાર્યને સ્વીકાર્યું છે તેથી અમે તે પ્રકારની ચિંતાથી સદંતર મુક્ત થયા છીએ. આ માટે અમે તેમને સવિનય વંદના કરીને પુનઃ પુનઃ તેમને ઉપકાર માનીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના સંપાદન, મુદ્રણ વગેરે કાર્યોમાં પૂજ્યપાદ સંપાદકશ્રીને અપ્રમત્તપણે સદૈવ સહાય આપનાર પરમપૂજ્ય મુનિભગવંત શ્રી ધર્મચંદ્રવિજ્યજી મહારાજ તથા પૂજ્યપાદ સંપાદકશ્રીજીની સૂચના મુજબ વિવિધ પરિશિષ્ટો તૈયાર કરવામાં યોગદાન આપનાર અનેક પરમપૂજ્ય સાધ્વીજી મહારાજને અમે તેમની જ્ઞાનભક્તિની અનુમોદનાપૂર્વક વંદન કરીને તેમના પ્રત્યે અમારી ઉપકારવશતા. જણાવીએ છીએ.
સંસ્થાની જિનાગમ પ્રવૃત્તિના પ્રેરક અને આયોજક આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજની નિશ્રામાં નાની વયથી સતત નિકટના સહવાસમાં રહી, આગમસૂત્રોના સંશોધન-સંપાદનના અધિકારી થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરનાર શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક આ યોજનાના પ્રારંભથી આત્મીયભાવે અવિભક્ત અંગરૂપ બનેલ છે. આ મહત્વના સાથ અને સહકાર બદલ અમે તેઓશ્રીના આભારી છીએ. આગમ સાહિત્ય અને ભારતીય વિદ્યાનાં ઊંડા અભ્યાસી શ્રી દલસુખભાઈ માલવણિયા આગમ સંપાદનની જવાબદારીથી મુક્ત હોવા છતાં તેઓનો અને સંસ્થાની સાહિત્ય કાર્યવાહી સાથે ગાઢ રીતે સંકળાયેલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનો આ પુણ્યકાર્યમાં સાથ અને સહકાર મળતો રહે છે, જે બદલ અમે તેઓના ઋણી છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org