SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન શાસનદેવની અસીમ કૃપાથી અમારી જૈન-આગમ–ગ્રંથમાલામાં ક્રમે ક્રમે આપણું પૂજ્ય આગમગ્રંથોનાં મહત્વપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિએ સંશોધિત પ્રકાશનો કરવાનું સદ્ભાગ્ય અમને પ્રાપ્ત થયું છે. આ કાર્યમાં સહાયક થવા માટે ઉપદેશ આપનાર પૂજ્યપાદ મુનિભગવંતોનો તથા પરમપૂજ્ય સાધ્વીજી મહારાજેનો, એવં તદનુસારી ધર્મનિષ્ઠ ગૃહસ્થ મહાનુભાવોનો, અનેક શ્રીસંઘોનો અને સંસ્થાઓનો પ્રસંગે પ્રસંગે અમને સહકાર મળતો રહ્યો છે, જેથી અમે આ અતિઉપયોગી ખર્ચાળ કાર્ય કરી શકીએ છીએ, એ પણ અમારું સવિશેષ સૌભાગ્ય છે. સમગ્ર જૈન આગમોના સંશોધન-પ્રકાશન વિષે તથા અમારી જૈન-આગમ–પ્રકાશન યોજનાના ઉદેશ્યાદિ વિષે અમે, આ પહેલાં પ્રકાશિત કરેલા ગ્રંથોમાં પૂજ્યપાદ આગમોદ્ધારક આચાર્ય ભગવંત શ્રી સાગરાનંદસૂરીશ્વરજી તથા પૂજ્યપાદ આગમપ્રભાકરજી મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજ સાહેબના સંબંધમાં વિગતવાર માહિતી આપેલી છે, તે જોવા માટે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. આ બને પૂજ્ય વિભૂતિઓએ આપેલી જૈન-આગમ–પ્રકાશનની દેનથી અભ્યાસી વર્ગ તથા મૃતભક્ત વર્ગ તેમનો સદાને માટે ઋણી છે અને રહેશે. • અમારી ગ્રંથમાળાના ત્રીજા ગ્રંથાંકરૂપે પ્રસિદ્ધ થતા આ ગ્રંથમાં ફાઇવમુત્ત અને સમવાયંકુત્તે નામનાં બે આગમસૂત્રો છે. આ બન્ને સૂત્રોનાં પ્રકાશનો અનેક સંસ્થાઓએ કર્યો છે. આમ છતાં આ પૂર્વેનાં, મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી પૂજ્ય મુનિઓ દ્વારા સંપાદિત-પ્રકાશિત થયેલાં આ બે સૂત્રોમાં જે મૌલિક ક્ષતિઓ એકસૂત્રરૂપે થયેલી છે, તેનો ઉદાહરણ પૂરતો નિર્દેશ અમારા પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવનામાં પૂજ્યપાદ મુનિભગવંત શ્રી ભુવનવિજ્યજી મહારાજના શિષ્ય, ભારતીય દર્શન અને આગમસૂત્રોના જ્ઞાતા પરમપૂજ્ય વિદ્વરેણ્ય પૂજ્યપાદ મુનિભગવંત શ્રી જંબુવિજ્યજી મહારાજે કર્યો છે, તે જેવાથી અમારી જૈન–આગમ–પ્રકાશન ગ્રંથમાળાના ઉદ્દેશની સાર્થકતાને જિજ્ઞાસુ વર્ગ સહજભાવે જાણી શકશે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં જણાવેલ અન્ય ઉપયોગી માહિતીને પણ જિજ્ઞાસુ વર્ગ જાણી શકશે. આ પ્રકાશનનો સંપૂર્ણ પરિચય તો આ વિષયના અભ્યાસી પરમપૂજ્ય મુનિભગવંતો અને અધિકારી વિદ્વાને જ જાણું-કહી શકે. અભ્યાસી વિદ્વાનોને ગ્રંથની પ્રસ્તાવના અને અનેકવિધ હકીકતો જણાવતાં વિવિધ શ્રમસાધ્ય પરિશિષ્ટો જોવાની અમે ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. પ્રસ્તુત ગ્રંથના મુદ્રણ સાથે અમારી જૈન-આગમ-ગ્રંથમાળાના ઉદ્દેશ્યરૂપ પવિત્ર પિસ્તાલીસ આગમસૂત્રો પૈકીનાં કુલ ૨૧ આગમસૂત્રોનું પ્રકાશન થયું છે. આથી અમે ધન્યતા અને ગૌરવ અનુભવીએ છીએ. સૂચિત પ્રકાશિત આગમસૂત્રો આ પ્રમાણે છે ૨. નંતિસુરં-૨. મજુમોદારારૂં ર (એક ગ્રંથમાં), રૂ. gogવાસુત્ત મા ૨-૨, ૪. વાયાસત્ત, ૬. સુહંસત્ત, ૬. તવેથાનિં -૭. ઉત્તરસ્સારું-૮, માવસરસ = (એક ગ્રંથમાં). ૧. વિપત્તિકુત્તે મા -૨-૩, ૨૦–૨૧gggયસુત્તારૂં મા ૨ (આ ગ્રંથમાં આવેલ વીસ પૈકીનાં દસ પ્રકીર્ણક આગમસૂત્રો જાણવાં), ૨૦. સાસુરં–૨૨- સમવયંગસુત્ત (એક ગ્રંથમાં). પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રુત–શીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજ્યજી મહારાજના દેહાવસાન પછી શ્રી સંઘના એવું અમારા પુણ્યોદયથી અમારી જૈનઆગમ-પ્રકાશન ગ્રંથમાળાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy