SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય પ્રવતિની સાધ્વીજી શ્રી દાનશ્રીજી મહારાજ દક્ષિણ ગુજરાતનો નંદનવન જેવો રળિયામણો અને ફળદ્રુપ પ્રદેશ ચરોતર. એ ચરોતર પ્રદેશનું એક ગામ તે નાર. આ ગામની વિશેષતા એ છે કે એ ધર્મનાં રંગે ખૂબ રંગાયેલું છે. અને પાટીદાર કોમનાં ભાઈઓ-બહેનો પણ જૈન ધર્મ ઉપર આસ્થા ધરાવે છે અને ધર્મનાં વ્રતો અને નિયમોનું ઉલ્લાસથી પાલન કરે છે. આ ગામનાં અનેક ભાઈઓ-બહેનો દીક્ષા લઈને ત્યાગ માર્ગના પુણ્ય પ્રવાસી બન્યા છે અને ત્યાં શ્રીમદ રાજચંદ્રનો આશ્રમ સ્થપાયો છે, એ બીના પણ એના ધર્માનુરાગની સાક્ષી પૂરે છે. નાર ગામમાં પટેલ નાગરદાસ લાલદાસનું કુટુંબ જૈનધર્મ પાળતું હતું. એ કુટુંબમાં વિ. સં. ૧૯૩૯ના ફાગણ સુદિ ૮ના રોજ એક પુત્રીનો જન્મ થયો. એના પિતાનું નામ મૂળજીભાઈ અને માતાનું નામ હરિબાઈ. દીકરીનું નામ ઝવેરબહેન. એનું રૂપ પણ ઝવેરાત જેવું અને તેજ પણ ઝવેરાત જેવું. બુદ્ધિ પણ એવી જ તેજસ્વી : ભણવામાં પહેલે નંબર પાસ થાય! ઝવેરબહેન પરણાવવા લાયક થયાં એટલે પિતાએ એમનાં લગ્ન કર્યા. મૂળજીભાઈએ લગ્ન સારી રીતે ઉજવ્યાં અને કરિયાવર પણ સારો આપ્યો. પણ આ તો પટેલ કોમ! કન્યા કરતાં કરિયાવરને વધારે મહત્ત્વ આપે. વેવાઈને એટલા કરિયાવરથી સંતોષ ન થયો; એટલે લગ્ન થવા છતાં ઝવેરબહેનને સાસરે જવાનું ન થયું. કેટલાક વખત પછી વેવાઈને પોતાની ભૂલ સમજાઈ અને એમણે ઝવેરબહેનને પોતાને ત્યાં મોકલી આપવા મૂળજીભાઈને કહેવરાવ્યું. પણ ભવિતવ્યતા કંઈક જુદી જ હતી. ઝવેરબહેને સંસારીઓને માટે આપત્તિરૂપ ગણાતી આ ઘટનાને ઇષ્ટ અને પોતાના માટે હિતકારી ગણીને મનોમન નક્કી કરી લીધું હતું કે સર્યું હવે સાસરે જવાથી! હવે તો તીર્થકર ભગવાને બતાવેલા સંયમ-વૈરાગ્યના ત્યાગ માર્ગનું અને ધર્મનું શરણ લઈને જીવનને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરવો. મનમાં આ સંકલ્પ દૃઢ બની ગયો હતો, અને ઝવેરબહેનને હંમેશાં એના જ વિચારો આવતા રહેતા હતા. એટલે પછી સાસરે જઈને ઘરસંસાર શરૂ કરવાની તો વાત જ ક્યાં રહી? એ બધું એમને નરી જંજાળ જેવું અકારું લાગતું હતું. એવામાં એમના પિતાજી વીસસ્થાનક પદના ચારિત્ર પદની ઓળીની આરાધના કરતાં કરતાં બીમાર થઈ ગયા. વીશ સ્થાનકની વિધિને માટે દેરાસરમાં ખમાસણાં દેતાં દેતાં એમને પેટમાં એકાએક દુખાવો ઊપડ્યો. કુટુંબીજનોએ એમની બનતી બધી સારવાર કરી પણ તેઓ સાજા ન થયા. મરણ પથારીએ પણ મૂળજીભાઈને પોતાની પુત્રીના ભાવીની ચિંતા સતાવ્યા કરતી હતી. ચતુર ઝવેરબહેન પિતાજીના મનને પારખી ગયાં. એમણે કહ્યું : આપને મારી ચિંતા કરવાની જરૂર નથી. આપે આપેલા ધર્મસંસ્કારો જરૂર મારા ભવિષ્યને સુધારશે. હું હવે મારી જાતને ધર્મને ચરણે સોંપી દેવાની છું. પછી ચિતા કેવી? માટે આપ સ્વસ્થ રહેશો અને મનમાં ભગવાનનું જ ધ્યાન રાખશો. શાણી ધર્મશીલ પુત્રીની વાત સાંભળ્યા પછી મૂળજીભાઈએ શાંતિથી દેહ છોડ્યો! મૂળજીભાઈનો સ્વર્ગવાસ ઝવેરબહેનને સંસારની અસારતાનો અને જીવનની ક્ષણભંગુરતાનો વિશેષ ખ્યાલ આપી રહ્યો. ઝવેરબહેનનું મન સંસારનો ત્યાગ કરવા વધુ ઉત્સુક બની ગયું. ઝવેરબહેનના કાકા હાથીભાઈ અને ભાઈ નાથાભાઈ પણ બહુ ધર્મશ્રદ્ધાળુ હતા. હાથીભાઈએ વિ. સ. ૧૯૫૬ના માગસર સુદિ ૧૧ના રોજ (મૌન અગિયારશના પર્વ દિન) વીજાપુરમાં આચાર્યશ્રી વિજ્યકમલસૂરિજી મહારાજ(પંજાબી)ના શિષ્ય તરીકે દીક્ષા લીધી. એમનું નામ મુનિ હિંમતવિજયજી રાખવામાં આવ્યું. કાકાની ત્યાગ ભાવનાની અસર તરત જ ભત્રીજા નાથાભાઈના મન ઉપર થઈ. અને એમણે, કાકાની દીક્ષા પછી બે મહિના કરતાં પણ ઓછા સમય બાદ. વિ. સ. ૧૯૫૬ના મહા સુદિ ૫ (વસંત પંચમી)ના રોજ પેટલાદ પાસે આવેલ ખેડાસા પીપલી ગામમાં, લગ્ન થયેલ હોવા છતાં, વીસ જ વર્ષની ભર યુવાનવયે, આચાર્ય શ્રી વિજ્યકમલરિજી (પંજાબી)ના શિષ્ય તરીકે દીક્ષા લીધી. એમનું નામ મુનિ નેમવિજ્યજી રાખવામાં આવ્યું. (એમનો વિશેષ પરિચય બીજે આપ્યો છે.) નાથાભાઈની પત્નીનું નામ સોનાબાઈ હતું. સોનાબાઈના પતિએ દીક્ષા લીધી અને ઝવેરબહેન પરણીને સાસરે જ ન ગયાં, એટલે ભોજાઈ અને નણંદ બંને સહજપણે સમદુખિયાં બની ગયાં. બંનેનાં હૃદયમંદિરમાં ધર્મભાવનાનો વાસ હતો. એટલે કોઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001144
Book TitleStree Nirvan Kevalibhukti Prakarane Tika
Original Sutra AuthorShaktayanacharya
AuthorJambuvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1974
Total Pages146
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy