________________
ત્યાગી આત્માઓના ત્યાગનો રંગ નાથાભાઈનાં માતુશ્રી હરિબાઈના અંતરને પણ સ્પર્શી ગયો. અને એમણે વિ.સં. ૧૯૫૭માં, પંજાબના પટ્ટી ગામમાં, આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરિજી પાસે દીક્ષા લીધી. એમનું નામ ક્ષમાશ્રીજી રાખીને એમને સાધ્વીજી શ્રી દેવશ્રીજીનાં શિષ્યા જાહેર કરવામાં આવ્યાં. આ કટુંબનો સંયમ – વૈરાગ્યનો રંગ પણ કોઈ અજબ અને માન મુકાવે એવો હતો. એક જ વર્ષમાં એક જ ઘરની છ વ્યકિતઓ સંસારનો ત્યાગ કરી, ત્યાગી બનીને ચાલી નીકળી હતી! | મુનિશ્રી નેમવિજયજીનું મન તો ત્યાગ-વૈરાગ્યને જ ઝંખતું હતું એટલે એ તો શાસ્ત્રવચનમાં અને સંયમપાલનમાં એકાગ્ર બની ગયા. સાધુધર્મના વ્રતો અને નિયમોનું અપ્રમત્તભાવે પાલન કરવું, અને બાકીનો વખત સ્વાધ્યાયમાં – અધ્યયનમાં વિતાવવો; ન કોઈની નિંદા-કૂથલીમાં પડવું કે ન રાગ-દ્વેષની પરિણતિને વેગ મળે એવું કંઈ કરવું. અરે, તેઓને શિષ્યો વધારવાનો મોહ પણ એટલો ઓછો હતો કે, ૭૩ વર્ષ જેટલા સુદીર્ધ દીક્ષા પર્યાયમાં પોતાના શિષ્ય તરીકે માત્ર ત્રણ મહાનુભવોને જ દીક્ષા આપી હતી. એમાંનાં માત્ર પંન્યાસ શ્રી ચંદનવિજયજી ગણિ અત્યારે હયાત છે; અને એમણે વિ.સં. ૧૯૮૪થી તે વિ.સં. ૨૦૨૦ સુધી લાંબા વખત સુધી પોતાના ગુરુવર્યની નિષ્ઠાથી ભકિત કરીને પોતાના સાધુજીવનને સફળ બનાવ્યું છે. બાકી એક અનુયોગાચાર્ય તરીકે, બીજાનાં શિષ્ય-શિષ્યા બનનાર અનેક વ્યકિતઓને તેઓએ દીક્ષાઓ આપી હતી.
શ્રી નેમવિજયજી મહારાજે ગુજરાત, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, માળવા, બિહાર આદિ પ્રદેશોમાં વિચરીને તીર્થયાત્રાઓ કરવા સાથે ધર્મની પ્રભાવના કરી હતી. સંસ્કૃત, પ્રાકૃત ભાષા અને ન્યાય વગેરે વિષયોનો તેઓએ અભ્યાસ કર્યો હતો. તેઓનો સ્વભાવ નિજાનંદમાં મસ્ત, પ્રસન્ન અને શાસ્ત્રવાચનમાં લીન રહેવાનો હતો. કાળ કર્યો ત્યાં સુધી તેઓ કોઈક ને કોઈક ધર્મગ્રંથનું વાચન કરતા જ રહ્યા હતા. આ રીતે તેઓની પરિણતિ છેક છેલ્લી ઘડી સુધી સ્વસ્થ અને નિર્મળ રહી શકી હતી.
પોતાના ગુરુદેવના કાળધર્મ પછી તેઓએ પોતાના સમુદાયના વડા તરીકે આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજની નિશ્રા સ્વીકારી હતી. વિ.સં. ૧૯૮૬ના માગસર સુદી પાંચમે પાટણમાં તેઓને ગણિપદ અને એ જ વર્ષમાં ચૈત્ર વદી પાંચમે ચંત્રાણા તીર્થમાં પંન્યાસપદ આપવામાં આવ્યું હતું. તેઓએ રાજસ્થાનમાં પહેલવહેલા ઉપધાન તપની આરાધના કરાવી હતી; અને એમાં ખરતરગચ્છનાં બહેનોએ પણ ભાગ લીધો હતો. એ જ રીતે પાટણમાં પણ, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજની નિશ્રામાં, ઉપધાન તપ કરાવ્યું હતું.
પોતાના શરીરની અસ્વસ્થતા અને વૃદ્ધાવસ્થાને કારણે પંન્યાસશ્રી નેમવિજયજી મહારાજ, છલાં દસ વર્ષથી, વડોદરામાં સ્થિરતા કરીને રહ્યા હતા. વિ.સં. ૨૦૨૦નું ચોમાસુ આચાર્ય વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિ ૧૬ સાધુભગવંતો અને એમની આજ્ઞામાં રહેનાર ૪૭ સાધ્વીજી મહારાજ વડોદરામાં ચોમાસુ રહ્યાં હતાં. વયોવૃદ્ધ મનુવર્યશ્રી નેમવિજયજીને માટે પોતાની છેલ્લી અવસ્થામાં એ યોગ બહુ આવકારદાયક અને અહલાદકારી થઈ ગયો. વિ.સં. ૨૦૨૯ના આસો સુદી ૮ના રોજ મહારાજજીની
યત વધારે બગડી. અને આટલા વિશાળ સાધુ-સાધ્વી સમુદાય તથા વડોદરાના ભાવિક સંઘની હાજરીમાં, ધર્મ શ્રવણ કરતાં કરતાં અને નિર્ધામણાની ભાવના ભાવતાં ભાવતાં, આસો સુદી ૧૧ના રોજ સવારના પાંચ વાગતાં,પંન્યાસ શ્રી નેમવિજયજી મહારાજ સ્વર્ગે સીધાવી ગયા!
વડોદરાના શ્રીસંઘે એમના પવિત્ર જીવનને અનુરૂપ એમને અંતિમ માન આપવા ભવ્ય સ્મશાન યાત્રા કાઢી હતી. સ્મશાનયાત્રામાં જૈન-જૈનેતર જનતાએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને એ વખતે ઉપજ પણ ઘણી સારી થઈ હતી. અને પછી ગુણાનુવાદ સભામાં ચતુર્વિધ શ્રીસંઘ, આચાર્ય મહારાજ શ્રી વિજ્યસમુદ્રસૂરિજી મહારાજના સાંનિધ્યમાં, ભાવભરી અંજલિ આપી હતી. તેઓના શ્રેયનિમિત્તે વડોદરામાં અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહોત્સવ કરવામાં આવ્યો હતો, બીજાં પણ સકત કરવામાં આવ્યાં હતાં અને જયપુર વગેરે સ્થાનોમાં ઓચ્છવ કરવામાં આવ્યા હતા. એ વયોવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ મુનિવરને અમે ભાવપૂર્વક વંદના કરીએ છીએ,
,
પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org