SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય સ્વ. મુનિરાજશ્રી દેવભદ્રવિજયજી કે જેમનો લોલાડા (શંખેશ્વરજી તીર્થ પાસે) ગામમાં વિક્રમ સંવત્ ૨૦૪૦માં કાર્તિક સુદ બીજે, રવિવારે (તા.૬-૧૧-૮૩) સાંજે છ વાગે સ્વર્ગવાસ થયો હતો, તેમનું પણ આ પ્રસંગે ખૂબજ સદ્ભાવથી સ્મરણ કરૂં છું. મારા અતિવિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્ય સેવાભાવી મુનિરાજશ્રી પુંડરીકરત્નવિજયજી, તપસ્વી મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી તથા મુનિરાજશ્રી મહાવિદેહવિજયજી આ કાર્યમાં રાત-દિવસ અતિસહાયક રહ્યા છે. આ ગ્રંથના મુદ્રણ આદિમાં, હમણાં અમદાવાદમાં રહેતા પણ મૂળ આદરિયાણાના વતની જીતેન્દ્રભાઈ મણીલાલ સંઘવી તથા માંડલના વતની અશોકભાઈ ભાઈચંદભાઈ સંઘવીએ ઘણો ઘણો જ સહકાર આપ્યો છે, તે માટે તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. અમે અમારા સંશોધનોમાં પાટણના સંઘવીપાડાના મહાનું તાડપત્રીય ભંડારનો ઉપયોગ કરતા આવ્યા છીએ. આ ભંડારની વ્યવસ્થા અનેક પેઢીઓથી ચારસો-પાંચસો વર્ષોથી પટવા સેવંતિલાલ છોટાલાલના પૂર્વજો કરતા આવ્યા હતા. પટવા સેવંતિલાલ છોટાલાલના સ્વર્ગવાસ પછી તેમના ભાણેજ સુમનભાઈ ચોકસીની સૂચનાથી આ ભંડાર મને સોંપવામાં આવ્યો અને તેમાં અમદાવાદ ઘાંચીની પોળના વતની મારા બાલમિત્ર શ્રાદ્ધવર્ય શાહ બાબુલાલ કેશવલાલ છગનલાલ અત્યંત મહત્ત્વની કડી રૂપ બન્યા હતા અને અમારી જ પ્રેરણાથી પટવા સેવંતિભાઈના સુપુત્રો નરેન્દ્રકુમાર, બિપિનચંદ્ર તથા દીપકકુમારે આ સંપૂર્ણ ભંડાર પાટણના સંઘના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં અર્પણ કર્યો છે. આ કાર્યમાં ભિન્ન ભિન્ન રીતે સહભાગી થયેલા આ બધા મહાનુભાવોને અપાર અપાર ધન્યવાદ ઘટે છે. જેસલમેર, પાટણ તથા ખંભાતના હસ્તલિખિત પ્રાચીનમાં પ્રાચીન તાડપત્રીય પ્રતિઓના ફોટા તથા ઝેરોક્ષ લેવા માટે તે તે સ્થાનના ટ્રસ્ટના કાર્યવાહકોએ અમને સંમતિ આપી અને અનુકૂળતા કરી આપી છે, તે માટે તેમને ઘણા ઘણા ધન્યવાદ ઘટે છે. આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં મારા શિષ્યવર્ગે ખૂબ જ ખૂબ સહકાર આપ્યો છે. તેમજ મારાં સંસારી માતૃશ્રી સંઘમાતા શતવર્ષાધિકાયુ સાધ્વીજીશ્રી મનોહરશ્રીજી મહારાજના પરમસેવિકા શિષ્યા સાધ્વીજીશ્રી સૂર્યપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજીએ આમાં ઘણો ઘણો સહકાર આપ્યો છે. અમે જે અનેક અનેક તાડપત્રી પ્રતિઓનો ઉપયોગ કર્યો છે, તે બધી મોટા ભાગે ફોટા રૂપે છે, અથવા ઝેરોક્ષ રૂપે છે. ફોટાના ઝીણા ઝીણા અક્ષરો વાંચવા, ફોટા તથા ઝેરોક્ષ કોપીમાંથી તે તે સ્થળોના પાઠો શોધી કાઢવા, એ સામાન્ય રીતે કોઈની કલ્પનામાં પણ ન આવી શકે એવું અતિ કષ્ટદાયક કામ છે. આ સાધ્વીજીએ શ્રુતભક્તિથી આવું ઘણું ઘણું કામ અત્યંત હર્ષપૂર્વક કર્યું છે. મુફોને વાંચવાં એ પણ ખૂબ શ્રમ અને ઝીણવટભરી નજર માંગી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy