________________
પ્રસ્તાવના
વિવિધ પરિશિષ્ટોથી અલંકૃત કરવા તરફ ધ્યાન આપીએ છીએ. એટલે મૂળગ્રંથના સંપાદનમાં જણાવેલી અનેક અનેક વાતોનું આ ટીકા ગ્રંથોમાં પુનરાવર્તન નહીં આવે. એટલે જિજ્ઞાસુ અભ્યાસીઓએ એ મૂળગ્રંથનું સંસ્કરણ જ જોઈ લેવું. આ દૃષ્ટિથી નવાંગીવૃત્તિકાર આ.ભ.અભયદેવસૂરિ વિરચિત ટીકા સહિત સ્થાનાંગ સૂત્રના ૧-૨-૩ ભાગ પ્રકાશિત કર્યા પછી અમે હવે સટીક સમવાયાંગ સૂત્રને પ્રકાશિત કરી રહ્યા છીએ.
२
મૂળ સૂત્રોનું જ્યારે સંશોધન-સંપાદન કરીએ છીએ ત્યારે મૂળની પ્રાચીન-પ્રાચીનતરપ્રાચીનતમ હસ્તલિખિત પ્રતિઓનો જ મુખ્ય આધાર લઈએ છીએ. તથા ટીકાના સંશોધનસંપાદનમાં ટીકાની પ્રાચીન-પ્રાચીનતર-પ્રાચીનતમ હસ્તલિખિત પ્રતિઓનો જ મુખ્ય આધાર લઈએ છીએ. એટલે મૂળમાં આવતા પાઠો તથા ટીકામાં આવતાં પ્રતીકરૂપ પાઠોમાં ક્વચિત્ પાઠભેદ જોવામાં આવે તો તે સકારણ છે, એમ સમજવું.
પૂ.આ.પ્ર.મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે કાગળ ઉપર લખેલી બે-ત્રણ પ્રતિ તથા જેસલમેરની એક તાડપત્રપ્રતિના આધારે સુધારેલી સટીક સમવાયાંગની એક મુદ્રિત પ્રતિ મારા પાસે હતી. આ આગમોદય સમિતિથી પ્રકાશિત પ્રતિમાં ૬૦૦ થી ૭૦૦ પાઠો એમણે સુધાર્યા હતા. આજથી લગભગ ૨૫ વર્ષ પહેલાં શંખેશ્વરજી તીર્થ પાસે આવેલા ધામા (આદરિયાણા તથા ઝીંઝુવાડા વચ્ચે) ગામમાં આચાર્ય મહારાજશ્રી કલાપૂર્ણસૂરિજી મ. તથા મુનિચંદ્રવિજયજી આદિ દશ-બાર સાધુઓ સાથે અમે સમવાયાંગ સટીકનું વાંચન કર્યું ત્યારે આ.પ્ર.પુણ્યવિજયજી મહારાજે સુધારેલી પ્રતિનો અમે ઉપયોગ કર્યો હતો. ત્યારે જ આ સુધારાઓ કેટલા સુંદર તથા મહત્ત્વના હતા એનો ખ્યાલ અમને આવ્યો હતો. તે પછી તો ખંભાત શાંતિનાથતાડપત્રીય ભંડારની તથા જેસલમેરની બીજી એક તાડપત્રીય પ્રતિ પણ અમને મળી હતી. આ ત્રણ તાડપત્રીય પ્રતિ સું૰ ને,રના આધારે તેમ જ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિરમાં રહેલી કાગળની બે પ્રતિ (દેશ, દેર) ને આધારે સમવાયાંગટીકાને સંશોધિત-સંપાદિત કરવા અમે આ પ્રયત્ન કર્યો છે. વં તથા ને? લગભગ સાથે ચાલે છે. કેટલીકવાર ફૈર પ્રતિમાંથી પણ અમને સારા પાઠો મળ્યા છે. એમ લાગે છે કે કોઈ શુદ્ધ તાડપત્રીય પ્રતિ ઉપરથી ઠેર ઉતરી આવી હશે. આ પ્રતિઓનો પરિચય અમે સમવાયાંગસટીકના પ્રારંભમાં તથા અંતમાં ટિપ્પણોમાં આપી દીધો છે.
સ્થાનાંગમાં ૧ થી ૧૦ પદાર્થોનું વર્ણન ૧૦ અધ્યયનોમાં છે. એટલે ટીકાકારે એકસ્થાનક, દ્વિસ્થાનક,... એ રીતે અધ્યયનોનાં નામ આપ્યાં છે. સમવાયાંગમાં ૧ થી ૧૦૦ પદાર્થોનું વર્ણન છે ત્યાં પણ સ્થાન, ખ્રિસ્થાન.... એવાં જ નામ આપ્યાં છે. એટલે અમે પણ એ રીતે જ નિર્દેશ કર્યો છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સ્થાનકવાસી-તેરાપંથી સંસ્થાઓ દ્વારા પ્રકાશિત ૧. આ.પ્ર.પુણ્યવિજયજી મહારાજે કાગળ ઉપર લખેલી ૐ૦ તથા ॰ બે પ્રતિઓનો ઉપયોગ કર્યો છે. ૪૦ હંસવિજયજી લાયબ્રેરીની પ્રતિ લાગે છે. P = પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના વડોદરાના ભંડારની પ્રતિ લાગે છે. અમે આ પ્રતિ જોઈ પણ નથી અને તેનો ઉપયોગ પણ કર્યો નથી.
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org