________________
પ્રકાશકીય નિવેદન વિદ્યાતીર્થ વિદ્યાલય - શ્રી મહાવીર જૈન વિદ્યાલય
પંજાબકેસરી આચાર્યશ્રી પ.પૂ.વિજય વલ્લભસૂરીશ્વરજી મ.સા.ના ઉપદેશથી આજથી નેવ્યાસી વર્ષ પૂર્વે વિ.સં.૧૯૭૦, ફાગણ સુદ પાંચમને સોમવાર, તા. ૨-૩-૧૯૧૪ના શુભ દિવસે “શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મંગલ સ્થાપના કરવામાં આવી. તે સમયે જૈન સમાજ માટે શિક્ષણની જરૂરિયાત બહુ જ હતી. અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચીત ન રહે તે બાબત પણ મહાનુભાવોના મનમાં હતી. અનેક શહેર અને સ્થળનું અવલોકન કર્યા બાદ મુંબઈ શહેરની પસંદગી કરવામાં આવી. આ સંસ્થા ફક્ત વિદ્યાર્થીગૃહ ન રહેતાં ચારિત્ર નિર્માણ અને સાંસ્કૃતિક મૂલ્ય અને ધાર્મિક જ્ઞાન પ્રદાનનું કેન્દ્ર બને અને સમાજ સમૃદ્ધ થાય તેવી દષ્ટિ પણ સ્વીકારવામાં આવી હતી. અને સંસ્થાના સ્થાપના સમયે ત્રણ મૂળભૂત મુદ્દાઓ પણ વિચારવામાં આવ્યા હતા. રાત્રિભોજન નિષેધ, અભક્ષ્યનો ત્યાગ અને જિનપૂજા સાથે ધાર્મિક અભ્યાસ વિગેરે ધ્યાનમાં રાખીને પંદર વિદ્યાર્થીઓ સાથે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” ૧૯૧૫માં ભાડાના મકાનમાં શરૂ કરવામાં આવ્યું. જે આજે વટવૃક્ષ બની ગુજરાત-મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનનાં મુખ્ય શહેરોમાં નવ શાખાઓ, ૧,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવું અદ્યતન સુવિધાઓ સાથે શ્રી મહાવીર જૈન વિદ્યાલય ટુંક સમયમાં “શતાબ્દી” તરફ આગળ વધી રહ્યું છે. વિદ્યાર્થીઓના ઉત્તેજન માટે કાર્યશીલ સંસ્થાએ કન્યા કેળવણી માટે ૧૯૪૩માં બંધારણમાં ખાસ સુધારો કરીને કન્યા છાત્રાલય સ્થાપવાનો નિર્ણય કર્યો. પણ એનો અમલ ૧૯૯૨ના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે સંસ્થાના કાર્યશીલ હોદ્દેદારોએ જૈન સમાજ પાસે સંકલ્પ મુક્યો અને અમદાવાદ શહેરમાં ૧૯૯૪માં ૮૮ વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક (રહેવા-જમવાની સગવડતા) સગવડ આપવા સાથે શુભ શરૂઆત કરવામાં આવી. ગુજરાત મહારાષ્ટ્ર પછી હિન્દી ભાષી રાજ્ય તરફ આગળ વધવાનો સંકલ્પ અમૃત મહોત્સવ સમાપન સમારોહ સમયે લેવાઈ ચૂક્યો હતો. જે ૨૦૦૧માં ઉદયપુર શાખાનું ઉદ્ઘાટન કરીને પૂર્ણ થયો શ્રી વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ, મુંબઈ-૩૬ના મકાનનું નવનિર્માણ કરવાનું હોવાથી હંગામી ધોરણે સને ૨૦૦૧ માં સી.પી. સેંક, મુંબઈ-૪ ખાતે ૨૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૦૪-૦૫ના વર્ષથી સેન્ડહસ્ટ રોડ, મુંબઈ-૯ ખાતે ૮૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. પણ હજી કન્યા છાત્રાલય માટે કાર્યશીલ હોદ્દેદારો તથા કાર્યવાહકો ગુજરાતના જુદા જુદા શહેરોમાં કન્યા છાત્રાલય ઉભા કરવા માટે દ્રઢ વિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ :
આ સંસ્થા વિદ્યાશાખા કે કન્યાઓ માટે છાત્રાવાસો ઉભા કરીને સંતોષ ન માનતાં સમાજના યુવા વર્ગને શૈક્ષણિક સહાયની પ્રવૃત્તિઓમાં પણ આગળ રહે છે. તેની વિગત નીચે મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org