________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નથી. શ્રીમદ્ કહે છે –
‘ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધાં બહાનાં છે.
જીવને સંસારી આલંબનો, વિટંબણાઓ મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવાં આલંબનો લઈ પુરુષાર્થ કરતો નથી.’
‘તરવાના કામી હોય તે ભાવસ્થિતિ આદિનાં આલંબન ખોટાં કહે છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય.' (૨) ક્રમબદ્ધ પર્યાયનું બહાનું
વળી, કેટલાક જીવો ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતનું અવળું અર્થઘટન કરી પુરુષાર્થનો નિષેધ કરે છે. કેવળજ્ઞાનીએ તેમના જ્ઞાનમાં જોયું હશે તેમ થશે એવું બહાનું આપી તેઓ પ્રમાદ પોષે છે. કેવળજ્ઞાનનો વિષય વિશ્વનાં સમસ્ત દ્રવ્યો અને તેમની સમસ્ત પર્યાયો છે. કેવળજ્ઞાની વિશ્વના સર્વ દ્રવ્યોનાં ત્રિકાળ પરિણમનને યુગપતું જાણે છે. જે કાર્ય ભૂતકાળમાં બન્યું છે, જે વર્તમાનમાં બની રહ્યું છે તથા જે ભવિષ્યમાં બનવાનું છે તે તેઓ એકીસાથે જાણે છે. જે કાંઈ થઈ ગયું છે, જે થઈ રહ્યું છે અને ભવિષ્યમાં થવાનું છે, સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં તો તે બધું વર્તમાનવતું સ્પષ્ટ ઝળકે છે. તેમાં ફેરફાર થવાની સંભાવના નથી. જેનું જે પરિણમન - જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર થવાનું છે એમ તેઓ જાણે છે, તેને ઇન્દ્ર તો શું સ્વયં જિનેન્દ્ર પણ બદલી શકતા નથી. પુરુષાર્થહીન જીવ કહે છે કે ‘સર્વજ્ઞ ભગવાને જોયું છે તેના કરતાં વહેલી મારી મુક્તિ થવાની નથી. તેમના જ્ઞાનમાં તેમણે જેટલું ભવભ્રમણ દીઠું છે તેટલું ભવભ્રમણ થયા વિના મોક્ષ નહીં થાય. તેમણે મારા મોક્ષનો જે સમય જોયો હશે તે સમય આવશે ત્યારે જ મને મોક્ષની પ્રાપ્તિ થશે. તેમણે પોતાના જ્ઞાનમાં જાણ્યું છે ત્યારે જ મારી મુક્તિ થવાની હોય તો અત્યારે મારે પુરુષાર્થ શા માટે કરવો? ભગવાને જાણ્યું છે તેવું જ મારું પરિણમન થશે તો પુરુષાર્થ કરવાનો અવકાશ જ ક્યાં રહે છે? સર્વજ્ઞના જ્ઞાન અનુસાર સર્વ પરિણમન નિશ્ચિત છે, ક્રમબદ્ધ થઈ જ રહ્યા છે, તેથી પુરુષાર્થ કરવાની કોઈ આવશ્યકતા જ નથી.'
પુરુષાર્થની આવશ્યકતાનું ખંડન કરવા જીવ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આગળ કરે છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આ પ્રમાણે છે - જેવી રીતે નાટકમાં દ્રશ્ય ક્રમશઃ આવે ૧- “શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૭૨૪ (ઉપદેશછાયા-૧૧) ૨- એજન, પૃ.૭૨૦ (ઉપદેશછાયા-૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org