________________
ગાથા-૧૩૦
૬૧ જીવ તો બુદ્ધિપૂર્વક એકમાત્ર પુરુષાર્થ જ કરી શકે છે, બાકીના ચાર સમવાયના સંબંધમાં જીવ કંઈ કરી શકતો નથી. તે સર્વ તો પુરુષાર્થ થતાં પોતાની જાતે સ્વયં આવી મળે છે અને ત્યારે કાર્યની સંપન્નતા થાય છે. પંડિત શ્રી ટોડરમલજી લખે છે –
એક કાર્ય થવામાં અનેક કારણની આવશ્યકતા છે, તેમાં જે કારણ બુદ્ધિપૂર્વકનાં હોય, તેને તો ઉદ્યમ કરી મેળવે, તથા અબુદ્ધિપૂર્વકનાં કારણ સ્વયં મળે, ત્યારે કાર્યસિદ્ધિ થાય છે; જેમ પુત્ર થવાનું કારણ બુદ્ધિપૂર્વક તો વિવાહાદિક કરવો એ છે, તથા અબુદ્ધિપૂર્વકકારણ ભવિતવ્ય છે, હવે ત્યાં પુત્રને અર્થી વિવાહાદિકનો તો ઉદ્યમ કરે અને ભવિતવ્ય સ્વયં થાય ત્યારે પુત્ર થાય; તેમ વિભાવ દૂર કરવાનું કારણ બુદ્ધિપૂર્વક તો તત્ત્વવિચારાદિક છે, તથા અબુદ્ધિપૂર્વક મોહકર્મનો ઉપશમાદિક છે. હવે તેનો અર્થી તત્ત્વવિચારાદિકનો તો ઉદ્યમ કરે, તથા મોહકર્મનો ઉપશમાદિક સ્વયં થાય ત્યારે રાગાદિક દૂર થાય.'
પાંચે સમવાયમાં પુરુષાર્થ જ મુખ્ય છે. આખો મોક્ષમાર્ગ પુરુષાર્થને આધીન છે. અહીં પ્રશ્ન થાય કે દ્રવ્યલિંગી મુનિ મોક્ષ અર્થે ગૃહસ્થપણું છોડી તપશ્ચરણાદિ કરે છે, ત્યાં તેણે પુરુષાર્થ તો ર્યો છતાં કાર્ય સિદ્ધ ન થયું, માટે પુરુષાર્થ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે એમ શા માટે કહ્યું? તેનો ઉત્તર એ છે કે જીવ અન્યથા પુરુષાર્થ કરી ફળ ઇચ્છે તો કેવી રીતે ફળસિદ્ધિ થાય! આત્મલક્ષ વિના જીવ તપશ્ચરણાદિમાં પ્રવર્તે અને મોક્ષ ઇચ્છે તો તે કેવી રીતે પ્રાપ્ત થાય? ગમે તે પુરુષાર્થ નહીં, પણ સત્ય પુરુષાર્થ કરવાનો છે. આત્માને ઓળખી, તેમાં પ્રવર્તન કરવું તે સત્ય પુરુષાર્થ છે. કેવળ બાહ્ય ક્રિયાઓ કરવી તે સત્ય પુરુષાર્થ નથી.
જગત જેને પુરુષાર્થ સમજે છે, તેનાથી મોક્ષમાર્ગ સંબંધી પુરુષાર્થની વ્યાખ્યા ભિન્ન છે. સ્વદ્રવ્યનો આશ્રય કરવો એનું નામ પુરુષાર્થ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવી સ્વદ્રવ્યના આશ્રયે પરિણમવું એ પુરુષાર્થ છે. નિજ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું અવલંબન એ પુરુષાર્થ છે. દૃષ્ટિનું સ્વભાવ તરફ ઢળવું તે મોક્ષમાર્ગને પુરુષાર્થ છે. ઉપયોગને પરથી ખસેડી આત્મસન્મુખ કરવો એ મોક્ષપ્રાપ્તિનો યથાર્થ ઉદ્યમ છે.
જો જીવ પોતાના ઉપયોગને સ્વભાવસમ્મુખ કરે તો અવશ્ય તેનું કલ્યાણ થાય છે. પરંતુ જો તે સ્વભાવસમ્મુખતાનો પુરુષાર્થ ન કરે, પ્રમાદમાં કાળ ગુમાવે, વિષયકષાયમાં જ પ્રવર્તે તો આત્મશુદ્ધિ થતી નથી. સત્ય પુરુષાર્થ વિના તેનું સંસારપરિભ્રમણ છેડાતું નથી. માટે જીવે સત્ય પુરુષાર્થ ઉપાડવો. સત્ય પુરુષાર્થ કરવો તે જ જીવનું કર્તવ્ય છે. ભવસ્થિતિ આદિનું જૂઠું અવલંબન લઈને આત્માના હિતને છેદવા યોગ્ય ૧- પંડિત શ્રી ટોડરમલજીકૃત, “મોક્ષમાર્ગ પ્રકાશક', ગુર્જરાનુવાદ, સાતમી આવૃત્તિ, અધિકાર ૭,
પૃ. ૧૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org