________________
ગાથા-૧૩૦
૫૫ એની જાતે પાકી જતી નથી. તેને પકવવા માટે પ્રયત્નની આવશ્યકતા રહે છે.
જીવને પોતાની તથાભવ્યતા કેવી છે તેની ખબર નથી, પણ તે ભવ્યતાનો પરિપાક કરવાનો પુરુષાર્થ તેના હાથમાં છે. ભવસ્થિતિની જીવને ખબર નથી પણ તેનો પરિપાક જેનાથી થાય તે પુરુષાર્થ જીવને આધીન છે. જીવ જો પોતાની ભવ્યતા - યોગ્યતા પકવવાનો પુરુષાર્થ કરે તો એની મુદ્દત પાકશે. મગમાં સીઝવાની યોગ્યતા છે, પણ તે ચૂલે ચઢાવીએ તો સીઝે, પોતાની જાતે તે કોઈ કાળે સીઝે નહીં, તેમ આત્માની ભવ્યતા પકવવાનો પ્રયાસ કરવામાં આવે તો પાકે, એની જાતે યોગ્યતા પાકે નહીં. ભવસ્થિતિને - કાળલબ્ધિને પકવનાર પુરુષાર્થ છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનમાં લખે છે કે -
કાળલબ્ધિ મુજ મતિ ગણો, ભાવલબ્ધિ તુમ હાથે રે,
લડથડતું પણ ગજબચ્ચું, ગાજે ગયવર સાથે રે.” ઉપાધ્યાયશ્રી પ્રભુને કહે છે કે કાળલબ્ધિ સંબંધી મને કાંઈ ચિંતા નથી, કેમ કે ભાવલબ્ધિ (મોક્ષગમનને યોગ્ય આત્મશક્તિ) આપના હાથમાં છે. કાળલબ્ધિનો પરિપાક આપની ભક્તિને આધીન છે. જે હાથીના બચ્ચામાં ચાલવા જેટલી શક્તિ હોતી નથી, તે જ હાથીનું બચ્ચું જ્યારે મોટા હાથીની સમીપમાં હોય છે ત્યારે તેના અંગમાં અત્યંત ઉત્સાહ અને પગમાં બળ આવે છે. તેમ સપુરુષનું શરણું સ્વીકારતાં જીવનું પામરપણું છૂટતું જાય છે અને પ્રભુતા પ્રગટતી જાય છે, કારણ ભક્તિનો મહિમા એવો અચિંત્ય છે કે તે કાળલબ્ધિને પકવી શકે છે.
જેને પરમાર્થની ઇચ્છા હોય તેણે કાળલબ્ધિ જે રીતે પાકે, ભવસ્થિતિપરિપાક જે રીતે થાય તેવો પુરુષાર્થ કરવો જોઈએ, કારણ કે સર્વ કારણો પુરુષાર્થને આધીન છે. પુરુષાર્થ વગર તેનો પરિપાક થતો નથી. પુરુષાર્થરહિત જીવને કાળલબ્ધિ - ભવસ્થિતિ પરિપક્વ થતાં નથી, માટે જીવે પુરુષાર્થ કરવા યોગ્ય છે. શ્રીમદ્ કહે છે –
‘શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે ક્યારે? તો કહે કે પુરુષાર્થ કરે ત્યારે.
પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. ૧- દરેક ભવ્ય જીવમાં ભવ્યતા - મોક્ષ પામવાની યોગ્યતા હોવા છતાં તે એક જ સરખી નથી હોતી. દરેક જીવમાં મોક્ષ પામવાની યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા એટલે જ તથાભવ્યતા. દરેક જીવની મોક્ષ પામવાની વ્યક્તિગત યોગ્યતા જુદી જુદી હોવાથી દરેકનું તથાભવ્યત્વ પણ જુદું જુદું હોય છે. ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજી રચિત, શ્રી સંભવનાથ ભગવાનનું સ્તવન, કડી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org