________________
૫૪
* શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન નિષેધ કરે છે. તેઓ કહે છે કે ભવસ્થિતિ પાકશે ત્યારે એની મેળે મોક્ષ થશે, તે માટે મારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. મોક્ષ તો ભવસ્થિતિને આધીન છે. મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થશે. પુરુષાર્થની કોઈ આવશ્યકતા નથી. કાળસ્થિતિ પાકશે, ભવની મુદત પૂરી થશે ત્યારે મોક્ષ પ્રાપ્ત થશે, માટે તેની રાહ જોવી. તે માટે પુરુષાર્થ કરવો નિરર્થક છે.
જીવ આવું ખોટું અવલંબન પકડી, પુરુષાર્થહીન બની આત્માર્થને છેદે છે. જ્ઞાની પુરુષોએ ભવસ્થિતિપરિપાક વગેરે કહ્યાં છે તેનો આવો ઊલટો અર્થ કરવા યોગ્ય નથી, કારણ કે જ્ઞાનીની વાણી કદી પણ પુરુષાર્થહીનતા પ્રેરે જ નહીં, બલ્ક પુરુષાર્થની જાગૃતિ જ પ્રેરે. જ્ઞાનીનું કોઈ પણ કથન પ્રમાદનું પોષક તથા પુરુષાર્થનું ઘાતક હોતું નથી. તેમનાં સર્વ કથનોનું તાત્પર્ય પુરુષાર્થની જાગૃતિ જ હોય છે. જ્ઞાનીનો ઉપદેશ સદા જીવને પુરુષાર્થ કરવા માટે જ ઉત્સાહિત કરે છે. ભવસ્થિતિ આદિની જે વાતો જ્ઞાનીઓએ કરી છે તેનો આશય જીવ સમજતો નથી અને તેથી પુરુષાર્થહીન બને છે. ભવસ્થિતિની વાત જીવને ધીરજ ધરી પુરુષાર્થ કરવા માટે કરી છે, પુરુષાર્થહીન થવા માટે નહીં. કાળલબ્ધિ વગેરે કહેવાનો હેતુ એ છે કે કોઈ પણ કાર્યની સિદ્ધિ કાળપરિપાક વિના થતી નથી. આ સનાતન નિયમ હોવાથી, તથારૂપ કાળલબ્ધિ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી નિરાશ થયા વિના ધીરજપૂર્વક પ્રયત્ન કરતા રહેવું જોઈએ. દરેક કાર્ય તેના સ્વકાળે જ થાય છે, માટે જીવે ઉતાવળ કર્યા વિના, નિરાશ થયા વિના પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. શ્રી આનંદઘનજી મહારાજ શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં લખે છે કે –
કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ'૧ સાધક જીવો માટે નિરાશા નહીં પણ આશાનો અમર સંદેશો આ પંક્તિમાં શ્રી આનંદઘનજી મહારાજે આપ્યો છે. પ્રભુનો માર્ગ પામવામાં રહેલી મુશ્કેલીઓથી મૂંઝાયા વિના, ‘કાળ પાકશે અને પ્રભુપંથના દર્શન થશે', એ આશાના અવલંબને સાધક નિજસાધનામાં લીન રહે છે. પરંતુ કેવળ કાળ પાકવાની આશા રાખીને મોક્ષના લક્ષપૂર્વકની પ્રવૃત્તિ છોડી દેવી એ તો બીજ વાવ્યા વગર ફળની આશા રાખવા જેવી વૃથા ચેષ્ટા છે.
પુરુષાર્થ કર્યા વગર ક્યારે પણ ભવસ્થિતિ પાકતી નથી. જેમ કાચા ગૂમડાને પકવવામાં ન આવે તો તે મટે નહીં. કાચા ગૂમડાને પકવવા માટે ઘઉંની પોટીસ લગાડવામાં આવે છે, જેથી ગૂમડું પાકી જાય. ગૂમડું પાકતાં જ તે જલદી મટી જાય છે. તેમ ભવસ્થિતિરૂપ ગૂમડાને પકવવા માટે પુરુષાર્થની જરૂર છે. ભવસ્થિતિ કંઈ ૧- શ્રી આનંદઘનજીરચિત, શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન, કડી ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org