________________
૬૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિચાર્યું હતું. જો કે તેને વ્યવસ્થિત રૂપ શ્રી નિંબાર્કાચાર્ય આપ્યું છે. શ્રી નિંબાર્કાચાર્યના જન્મસમય વિષે કોઈ ચોક્કસ પ્રમાણ ઉપલબ્ધ નથી. એક મત મુજબ તેઓ શ્રી રામાનુજાચાર્ય પછી અને શ્રી મધ્વાચાર્ય પહેલા થઈ ગયા છે. અન્ય મત મુજબ તેઓ ઈ.સ. ૯૯૦માં થયા હતા. વર્તમાન અન્વેષકગણ તેમનો આવિર્ભાવકાળ ૧૧મી સદી ગણે છે. શ્રી નિંબાર્કાચાર્ય દક્ષિણના તૈલંગ બ્રાહ્મણ હતા અને નિમ્બ ગામમાં રહેતા હતા. તેમના પિતાનું નામ જગન્નાથ અને માતાનું નામ સરસ્વતીદેવી હતું. કેટલાક તેમને સૂર્યનો અવતાર માને છે, જ્યારે કેટલાક મહાનુભાવો તેમને ભગવાન વિષ્ણુના પ્રિય આયુધ શ્રી સુદર્શન ચક્રનો અવતાર પણ માને છે. કહેવાય છે કે તેમના ઉપનયન સંસ્કાર સમયે સ્વયં દેવર્ષિ નારદે તેમને શ્રી ગોપાલમંત્રની દીક્ષા તેમજ શ્રી-ભૂ-લીલા સહિત શ્રીકૃષ્ણની ઉપાસનાનો ઉપદેશ આપ્યો હતો. તેમના જીવન વિષે આનાથી વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. સાહિત્ય – શ્રી નિબાર્કાચાર્યે ‘બહ્મસૂત્ર' ઉપર ભાષ્ય લખ્યું છે તે અતિ સંક્ષિપ્ત ગ્રંથ છે અને એ બહ્મસૂત્રભાષ્ય વેદાંતપારિજાતસૌરભ' નામે ઓળખાય છે. તદુપરાંત એક લઘુગ્રંથ 'સિદ્ધાંતરત્ન' પણ શ્રી નિંબાર્કાચાર્યરચિત છે. ફક્ત દસ શ્લોકોમાં તેમણે સ્વમતના સર્વ સિદ્ધાંતો ટૂંકામાં સરળતાથી સુંદર રીતે વર્ણવ્યા છે. આ ગ્રંથને ‘દશશ્લોકી' પણ કહેવાય છે. આ ઉપરાંત કુષ્ણસ્તવરાજ', “ગુરુપરંપરા', ‘વેદાંતતત્ત્વબોધ', “વેદાંતસિદ્ધાંતપ્રદીપ', ‘સર્વધર્માધ્વબોધ', “ઐતિહતત્ત્વસિદ્ધાંત' આદિ ગ્રંથોની પણ રચના કરી હતી. તેમના સ્વરચિત બે શ્લોકો શ્રી દેવાચાર્ય અને શ્રી સુંદર ભટ્ટના ગ્રંથોમાં જોવા મળે છે. જીવ જ્યારે સૂર્ય આકાશમાં નીકળે છે, ત્યારે સૂર્યનો સમગ્ર પ્રકાશ ચોતરફ પ્રસરી જાય છે. સાથે સાથે તેમાં સમાયેલાં - છુપાયેલાં અગણિત કિરણો પણ ચારે દિશામાં પથરાઈ જાય છે. તે જ પ્રમાણે અગણિત જીવો પણ બ્રહ્મમાં સન્નિહિત છે, અંતર્ભત છે, પણ વ્યક્ત રૂપમાં જીવો બહાર આવે છે. શ્રી નિંબાર્કાચાર્યના મત અનુસાર જીવો કાલ્પનિક નથી, પણ સત્ય છે. જીવ અનેક છે, અણુ છે, નિત્ય છે, ચિરસ્થાયી છે, ચૈતન્ય છે. જીવાત્મા એ પરમાત્માનો સ્ફલિંગ છે, તણખો છે, તરંગ છે. પરમાત્માથી એ ભિન્ન છે અને અભિન્ન પણ છે. એ શરીરધારી હોવાથી ભિન્ન છે અને શરીરની અંદર જે જીવ છે, તે પરમાત્મસાગરનો જ તરંગ હોવાથી અભિન્ન છે. જીવ પૂર્ણ પરમાત્માનો એક અંશ છે, પરંતુ એ એક એવો અંશ છે કે જે અવિભેદ્ય એવા પૂર્ણ પરમાત્માથી પૃથક ન કરી શકાય. પરમાત્મબહ્મની શક્તિ અસીમ છે, જીવની શક્તિ પરિસીમિત છે. જીવ અંશ છે, બહ્મ અંશી છે. જીવ અલ્પજ્ઞ છે, બહ્મ સર્વજ્ઞ છે. અંશ અને અંશી તથા અજ્ઞ અને જ્ઞ હોવાના કારણે જીવ-બહ્મમાં ભેદ છે. પરંતુ મહાવાક્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org