________________
ષડ્રદર્શનપરિચય - ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
૬૫૫ આ તમામને સાધનરૂપ ભક્તિ કહી છે. પરંતુ માહાભ્યજ્ઞાનયુક્ત, મલરહિત, અતિશય સ્નેહયુક્ત પ્રીતિભક્તિ એ મોક્ષનું મુખ્ય સાધન છે. ભગવાનના અનંત કલ્યાણકારી ગુણોનો મહિમા આવતાં અવિરત પ્રેમનો પ્રવાહ વહેતો થાય છે. આત્મા કે આત્મીય પદાર્થો પ્રત્યેના પ્રેમ કરતાં અનંતગણો અને અનંત અંતરાયોથી પણ રોક્યો રોકાય નહીં એવો પ્રેમપ્રવાહ પરમાત્મા પ્રતિ વહેતો થાય છે. આવી પ્રેમલક્ષણાયુક્ત પરમ ભક્તિથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે અને ભગવાનની કૃપાથી જીવ અવિદ્યામાંથી છૂટી મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રારબ્ધ છૂટ્યા પછી જીવ દેહમાંથી નીકળી ક્રમે ક્રમે વૈકુંઠલોકમાં જાય છે. મુક્ત જીવ વૈકુંઠમાં જઈ દાસત્વભાવે નારાયણની સેવાથી પરમાનંદ પ્રાપ્ત કરે છે. વૈકુંઠમાં મુક્તોને સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એમ ચાર જાતનો ભોગ હોય છે. પ્રલયકાળ એ બધાં ભગવાનના ઉદરમાં પ્રવેશ કરે છે. ઉપસંહાર - શ્રી મધ્વાચાર્યના અનુયાયીઓ કપાળ ઉપર, નાકની ઉપરથી સીધી ગોપીચંદનની બે લીટીઓ કરે છે. આ લીટીઓ નાક ઉપર આડી લીટીથી જોડે છે. પછી વચ્ચે એક કાળી લીટી અને મધ્યમાં લાલ ચાંદલો - આવું ચિહ્ન કરે છે. ગોપીચંદનથી હાથ ઉપર તથા શરીરના બીજા ભાગો ઉપર શંખ, ચક્ર વગેરે આયુધોનાં ચિહ્નો કરે છે. શ્રી મધ્વાચાર્યે ચલાવેલો માર્ગ ‘સવૈષ્ણવ સંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયના અનુયાયીઓ કર્ણાટક જિલ્લામાં, મૈસુરમાં તથા ગોવાથી દક્ષિણ કર્ણાટકના પશ્ચિમ કાંઠા ઉપર મોટી સંખ્યામાં દેખાય છે, જ્યારે વૃંદાવન તથા ઉત્તર ભારતમાં છૂટાછવાયા દેખાય છે. આ સંપ્રદાયના સંન્યાસીઓ તીર્થ (દા.ત. આનંદતીર્થ), ભારતી (દા.ત. કેશવભારતી) વગેરે નામ ધારણ કરે છે.
શ્રી નિંબાર્કાચાર્યનો દ્વૈતાદ્વૈતવાદ
પ્રાસ્તાવિક – જીવ અને જગત બને બહ્મનું પરિણામ છે. જીવ અને જગત બહ્મથી અત્યંત ભિન્ન છે અને અભિન્ન પણ છે. વૈતાદ્વૈતનો આ સાર - સિદ્ધાંત છે. અગિયારમી શતાબ્દીમાં શ્રી નિબાર્કાચાર્યે ‘બ્રહ્મસૂત્ર'ની વિષ્ણુપરક (વિષ્ણુની પરમોચ્ચ તત્ત્વ - પુરુષોત્તમરૂપે) વ્યાખ્યા કરીને વૈતાદ્વૈતવાદની સ્થાપના કરી. તેમના મત પ્રમાણે જીવ અને જગત ઈશ્વરથી જુદાં છે, કારણ કે તેમનામાં ઈશ્વરના ગુણો કરતાં જુદા જ ગુણો છે; આમ છતાં તેઓ ઈશ્વરથી જુદા નથી, કારણ કે ઈશ્વર સર્વવ્યાપક છે અને જીવ તથા જગતના અસ્તિત્વનો આધાર ઈશ્વર છે. તાત્ત્વિક વિચારસરણી મુજબ તે દ્વૈતાદ્વૈત વેદાંત કહેવાય છે. પ્રવર્તક - નવમા સૈકાના પૂર્વાર્ધમાં થઈ ગયેલા શ્રી ભાસ્કરની શ્રી નિબાર્કાચાર્યના તત્ત્વદર્શન ઉપર ઘણી અસર છે. શ્રી ભાસ્કરે વેદાંત દર્શનને વૈતાદ્વૈતરૂપે પહેલી વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org