________________
ષડ્દર્શનપરિચય ઉત્તરમીમાંસા (વેદાંત) દર્શન
૬૪૫
દેહેન્દ્રિયરૂપી ઉપાધિ જ્યારે આત્માને લાગેલી હોય ત્યારે તે સંસારી જીવ કહેવાય છે. નિત્ય અને નિરતિશય જ્ઞાન દ્વારા પ્રગટ થતી શક્તિરૂપી ઉપાધિ લાગેલી હોય ત્યારે એ આત્મા ઈશ્વર કહેવાય છે. એ જ આત્મા સ્વસ્વરૂપે નિરુપાધિક, કેવળ અને શુદ્ધ હોવાથી બ્રહ્મ કહેવાય છે, તેથી તેમની વચ્ચે જે ભેદ જણાય છે તે ઉપાધિભેદના કારણે જ છે, બીજી રીતે નહીં. જીવ એ જ બ્રહ્મ છે. શ્રુતિ પણ બ્રહ્મને અદ્વિતીય કહે છે અને જ્ઞાન પામેલા માનવીઓ બ્રહ્મ સાથેનું પોતાનું તાદાત્મ્ય અનુભવે છે.
જગત
શ્રી શંકરાચાર્યનો કાર્ય-કારણનો સિદ્ધાંત વિવર્તવાદ કહેવાય છે. કોઈ વસ્તુ ખરેખર બદલાય નહીં, પણ જુદું રૂપ ધારણ કરતી ભાસે ત્યારે તેને ‘વિવર્ત’ કહેવાય. દોડી પોતે સાપમાં ફેરવાઈ જતી નથી, પરંતુ દોરડીમાં સાપનો ભ્રમ થાય છે. એક બ્રહ્મ જ સત્ છે, પરંતુ માયાના કારણે બ્રહ્મમાં જગતની પ્રતીતિ થાય છે. જેવી રીતે દોરડીમાં દેખાતો સાપ મિથ્યા છે, તેવી જ રીતે બ્રહ્મમાં પ્રતીત થતું જગત પણ મિથ્યા છે. આ સિદ્ધાંતને વિવર્તવાદ કે માયાવાદ કહેવામાં આવે છે. પારમાર્થિક દૃષ્ટિએ બ્રહ્મ જ સત્ય છે અને જગત મિથ્યા છે, કારણ કે તે બ્રહ્મનો માત્ર વિવર્ત છે. બ્રહ્મ સત્યમ્ ખામિથ્યા' એ અદ્વૈત વેદાંતનું સુપ્રસિદ્ધ સૂત્ર શ્રી શંકરાચાર્યે નિરૂપેલ જગતની ત્રણ સત્તા દ્વારા સમજી શકાય છે ૧) પારમાર્થિક સત્તા, ૨) વ્યાવહારિક સત્તા અને ૩) પ્રાતિભાસિક સત્તા. સ્વપ્નાવસ્થાનું જગત એ પ્રાતિભાસિક સત્તા છે. સ્વપ્ન દરમ્યાન સાચું લાગતું એ જગત આંખ ખૂલતાં જ મિથ્યા પ્રતીત થાય છે. જાગૃત અવસ્થામાં જે જગત સત્ય લાગે છે, તે જગત પણ માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ જ સત્ય છે. જ્યારે આત્મજ્ઞાન થઈ જાય છે, અર્થાત્ માયાનું આવરણ દૂર થાય છે, ત્યારે આ સત્ય લાગતું જગત પણ સ્વપ્ન સમાન આભાસમાત્ર હોવાની પ્રતીતિ થાય છે અને એક જ બ્રહ્મનો અનુભવ થાય છે જે ‘પારમાર્થિક સત્તા’ છે. જેવી રીતે સ્વપ્નનું જગત જાગૃતદશામાં નષ્ટ થઈ જાય છે, તેવી જ રીતે જ્ઞાનદશામાં વ્યાવહારિક જગતનું અસ્તિત્વ રહેતું નથી. અજ્ઞાનના કારણે જગત અને તેનાં સુખ-દુઃખનો અનુભવ થાય છે, પણ જ્યારે સત્ય સમજાઈ જાય છે, માયાનું આવરણ દૂર થઈ જાય છે ત્યારે એકમાત્ર બ્રહ્મ જ રહી જાય છે.
-
ઈશ્વર શાંકરમતમાં ઈશ્વરને ‘માયોપહિત બ્રહ્મ' કહેલ છે. બ્રહ્મ વસ્તુતઃ નિર્ગુણ છે, પણ માયાના સંબંધે કરી તે સગુણ પ્રતીત થાય છે. આ સગુણ બ્રહ્મ તે ઈશ્વર. માયા વડે ઈશ્વર આ વિશ્વપ્રપંચ રચે છે. જેવી રીતે વિશ્વની સત્તા વ્યાવહારિક જ છે, તેવી જ રીતે ઈશ્વરની સત્તા પણ વ્યાવહારિક જ છે. વ્યાવહારિક દૃષ્ટિએ જ ઈશ્વર જગતનો કર્તા, ભર્તા, સંહર્તા છે અને તેથી સર્વજ્ઞ તેમજ સર્વશક્તિમાન છે. તે આ બધા ગુણોવાળો સગુણ છે, પરંતુ પારમાર્થિક દૃષ્ટિએ જગત માયિક છે, તેથી તેના કર્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org