________________
ષડ્રદર્શનપરિચય - સાંખ્ય દર્શન
૬૦૯ (૩) ઈશ્વર વિષે વિચાર
‘સાંખ્યકારિકા'ની ટીકાઓ પ્રમાણે સાંખ્ય સિદ્ધાંતમાં ઈશ્વરને કોઈ સ્થાન નથી. જેમ દૂધમાંથી એની મેળે જ વિકાર થઈને દહીં થાય છે, તેમ પ્રકૃતિ એની મેળે જ બધી પ્રવૃત્તિ કરી જગતરૂપે પરિણમે છે, માટે સૃષ્ટિક્રમમાં ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી એમ સાંખ્યમત સ્વીકારે છે. જેમ ચોમાસામાં અસંખ્ય વનસ્પતિ તથા જીવસૃષ્ટિ આપોઆપ થાય છે, તેમ પ્રકૃતિ સ્વયં વિશ્વની રચના કરે છે. પ્રકૃતિ તેમજ પુરુષનું અસ્તિત્વ આ સૃષ્ટિનો ક્રમ સમજવા માટે પૂરતાં હોવાથી જગતકર્તા ઈશ્વરની આવશ્યકતા રહેતી નથી. સાંખ્ય દર્શનમાં ગુણોની સામ્યાવસ્થામાં ક્ષોભ ઉત્પન્ન થાય છે, એ માટે જો કે ચેતન પુરુષની આવશ્યકતા છે ખરી, પરંતુ તે પુરુષને નિર્લેપ તેમજ નિષ્ક્રિય માનવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં જે નિમ્પ્રયોજન એવા ઈશ્વરના અસ્તિત્વને કહ્યું છે, તે યુક્તિસંગત જણાતું નથી. વળી, કર્મફળ ભોગવવામાં પણ તેને ઈશ્વરની જરૂર લાગતી નથી. કર્મ પોતે જ ફળ આપે છે એટલે કર્મફળના નિયામક ઈશ્વરની તેને જરૂર લાગતી નથી. પુરુષ પોતે જ પોતાનો મોક્ષ મેળવી શકે છે; અને એના માટે મહર્ષિ કપિલ વગેરે સર્વજ્ઞ પુરુષનાં વચનોમાં વિશ્વાસ રાખવો જરૂરી છે એમ તે જણાવે છે. આ રીતે સાંખ્ય દર્શનનો એક પક્ષ ઈશ્વરની કશી જ આવશ્યકતા અનુભવતો નથી.
‘સાંખ્યકારિકા કાર શ્રી ઈશ્વરકૃષ્ણ તથા સાંખ્યતત્ત્વકૌમુદી' કાર શ્રી વાચસ્પતિ મિશ્ર આદિ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. સાંખ્યપ્રવચન ભાષ્યકાર શ્રી વિજ્ઞાનભિક્ષુ મૂળ સૂત્ર ટાંકીને તેને નવો જ વળાંક આપે છે. મૂળ સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે ઈશ્વરને સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ નથી. ગ્રંથના ટીકાકાર શ્રી વિજ્ઞાનભિક્ષુના મત પ્રમાણે મૂળ સૂત્ર (‘શ્વરસિદ્ધ:') ઈશ્વરની સિદ્ધિ નથી અથવા તો ઈશ્વર અસિદ્ધ છે એમ કહે છે, ઈશ્વરનો અભાવ છે એમ કહેતું નથી. આ બતાવે છે કે ઈશ્વરનો અભાવ સાંગસૂત્રને અભિપ્રેત નથી, મતલબ કે ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે. આમ, શ્રી વિજ્ઞાનભિક્ષુના મત અનુસાર સાંખ્ય સેશ્વરવાદી છે. તેમના મત અનુસાર મૂળ સાંખ્યવિચારક નિરીશ્વરવાદી ન હતા. આ ઈશ્વરનો પ્રતિષેધ એકદેશીઓના પ્રૌઢિવાદના કારણે છે. શ્રી ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકા પછીના સાંખ્ય દર્શનમાં ઈશ્વરવાદ ઢંકાઈ ગયો છે.
સાંખ્ય દર્શનનો આ બીજો પક્ષ, “સેશ્વર સાંખ્ય' સ્પષ્ટપણે ઈશ્વરનો સ્વીકાર કરે છે. શ્રી વિજ્ઞાનભિક્ષુ વગેરે વિદ્વાનો દઢ રીતે ઈશ્વરવાદી છે, પરંતુ તેમનો ઈશ્વર જગતનો રચનાર, પાલન કરનાર તથા સંહાર કરનાર ઈશ્વર નથી. તેમના મત પ્રમાણે પ્રકૃતિ જ આપોઆપ આ બધું કરે છે. કોઈ પણ પુરુષ ઈશ્વર ન બની શકે, કારણ કે
ક્લેશ, કર્મવિપાક તથા વાસનાથી જે સદા મુક્ત હોય તે જ ઈશ્વર કહેવાય. ઈશ્વર તો કાલનિરપેક્ષ છે. બીજા બધા પુરુષો બદ્ધ છે અને બંધનમાંથી મુક્ત થાય છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org