________________
ષદર્શનપરિચય સાંખ્ય દર્શન
૬૦૭
કર્મેન્દ્રિય અને મન એમ ૧૧ ઇન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે. તામસ અહંકારમાંથી શબ્દાદિ ૫ તન્માત્રાની ઉત્પત્તિ થાય છે. રાજસ્ અહંકાર સાત્ત્વિક અને તામસૢ બન્નેને સહાયભૂત બને છે અને તેને શક્તિ પ્રદાન કરે છે, જેથી સાત્ત્વિક તેમજ તામસ્ અહંકારમાં વિકાર ઉત્પન્ન થાય છે.
પાંચ જ્ઞાનેન્દ્રિયોમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચાનો સમાવેશ થાય છે. તેનાથી ક્રમશઃ રૂપ, શબ્દ, ગંધ, સ્વાદ તેમજ સ્પર્શ સંબંધી વિષયોનું જ્ઞાન થાય છે. આ બધી ઇન્દ્રિયો અહંકારનું પરિણામ છે અને તેની ઉત્પત્તિ પુરુષને માટે છે.
પાંચ કર્મેન્દ્રિયોમાં મુખ, હાથ, પગ, મળદ્વાર તથા જનનેન્દ્રિયનો સમાવેશ થાય છે. એનાથી ક્રમશઃ બોલવું, ગ્રહણ કરવું, આવવું, જવું, મળત્યાગ તેમજ સંભોગ વગેરે ક્રિયાઓ થાય છે. પુરુષને વિષયો ભોગવવાની ઇચ્છા એ વિષયો તેમજ ઇન્દ્રિયોની ઉત્પત્તિનું કારણ છે. વસ્તુતઃ ઉપર જણાવેલી ઇન્દ્રિયો પ્રત્યક્ષ નહીં પણ અનુમેય છે. આંખની કીકી કે કાનનું છિદ્ર એ વાસ્તવિક ઇન્દ્રિય નથી. એ તો બાહ્ય પ્રત્યક્ષ ચિહ્નમાત્ર છે.
સાંખ્યમત મુજબ મન એ અગિયારમી ઇન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય તેમજ કર્મેન્દ્રિય એમ બન્ને પ્રકારની ઇન્દ્રિયોને પોતામાં પ્રવૃત્ત કરતું હોવાથી તે એકી વખતે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો સાથે જોડાઈ શકે છે. અહંકાર, બુદ્ધિ અને મન; આ ત્રણેને અંતઃકરણ નામ આપવામાં આવેલ છે. જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ બાહ્ય કરણ છે, બાહ્ય ઇન્દ્રિયોનો સંબંધ કેવળ વર્તમાન સાથે છે, જ્યારે આંતરિક ઇન્દ્રિયોનો સંબંધ ત્રણે કાળ જોડે છે. મનનું સ્વરૂપ સંકલ્પાત્મક છે. તે બાહ્ય ઇન્દ્રિય દ્વારા ગૃહીત નિર્વિકલ્પ પ્રત્યક્ષના રૂપને પારખી, નિશ્ચિત બનાવી તેને સવિકલ્પના રૂપમાં ફેરવે છે. અહંકારના પ્રત્યક્ષ વિષયો ઉપર સ્વત્વ જમાવે છે. પુરુષની ઉદ્દેશપૂર્તિ અર્થે તે રાગ-દ્વેષ સર્જે છે. આ રાગ કે દ્વેષ આદિ વિષયોનું ગ્રહણ કરવું કે ત્યાગ કરવો એનો નિશ્ચય બુદ્ધિ કરે છે. અંતઃકરણો (મન, અહંકાર, બુદ્ધિ), બાહ્ય કરણો (પાંચ જ્ઞાનેન્દ્રિય તથા પાંચ કર્મેન્દ્રિય) કરતાં વધારે મહત્ત્વનાં છે, કારણ કે બાહ્ય કરણો અંતઃકરણોના વિષયો છે. બુદ્ધિને સર્વશ્રેષ્ઠ માનેલી છે. એ જ બધા વિષયોને પુરુષ આગળ રજૂ કરે છે તથા એ દ્વારા જ પુરુષ વિવેકજ્ઞાન પણ મેળવે છે. આમ, પુરુષનો ભોગ અને અપવર્ગ (મોક્ષ) બન્ને બુદ્ધિ જ સિદ્ધ કરે છે.
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ તન્માત્રાઓ છે. ‘તન્માત્ર’ એટલે સૂક્ષ્મ તત્ત્વ. પાંચ તન્માત્રાનો ઉદય અહંકારના તામરૂપમાંથી થાય છે. તન્માત્ર અવિશેષ છે. એ સ્વતંત્ર રીતે અનુભવના વિષયો બની ન શકે. એમાંથી પરિણમતાં મહાભૂતો વિશેષ છે, કારણ કે એ સ્થૂળ હોવાથી ઇન્દ્રિયોના વિષય બની શકે છે. ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org