________________
પદર્શનપરિચય - સાંખ્ય દર્શન
૬૦૫ બનત; પરંતુ આ પ્રમાણે બનતું નથી એ અનુભવી શકાય છે. આથી સિદ્ધ થાય છે કે પુરુષ અનેક છે. ૨) જો પુરુષ એક જ હોત તો એકનું બંધન એ બધાને માટે બંધન નીવડે અને એકનો મોક્ષ એ સર્વનો મોક્ષ ઠરે. આ પ્રમાણે બનતું નહીં હોવાથી પુરુષબહુત્વ સ્વીકારવું પડે છે. ૩) જો કે મુક્તાત્માઓ બધા ગુણાતીત હોવાથી તત્ત્વતઃ સમાન હોય છે. તોપણ જે બદ્ધ આત્માઓ છે તેમાં પારસ્પરિક ભિન્નતા જણાય છે, કારણ કે કોઈમાં સત્ત્વ, કોઈમાં રજસ્ તો કોઈમાં તમન્ અધિક છે. આથી પુરુષબહુત્વ સિદ્ધ થાય છે. ૪) પ્રાણીમાત્રમાં એક જ આત્મા રહેલ છે એમ સ્વીકારીએ તો મનુષ્ય અને પશુપક્ષીઓ વચ્ચેનો ભેદ કેવી રીતે પાડવો? પશુ, પક્ષીઓ, મનુષ્યો, દેવતા વગેરેમાં એક જ આત્માનો નિવાસ નથી. આથી આત્માઓ અનેક છે એમ માનવું પડે છે.
આમ, પ્રકૃતિ એક છે, પુરુષો અનેક છે. પ્રકૃતિ શેય છે, પુરુષ જ્ઞાતા છે. પ્રત્યેક જીવનો આત્મા પૃથક્ છે. તત્ત્વરૂપે તે એક છે, પરંતુ તેની સંખ્યા અનેક છે. પુરુષ નિર્વિકાર, કૂટસ્થ તત્ત્વ છે, પ્રકૃતિ વિકારશીલ છે. પુરુષ નિર્ગુણ છે, પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. પુરુષ પૂર્ણતઃ નિષ્ક્રિય છે, પ્રકૃતિ અવ્યક્ત રૂપે નિષ્ક્રિય છે, પરંતુ વ્યક્ત રૂપે સક્રિય છે. પુરુષ વિષયી છે, અસાધારણ છે, અસામાન્ય છે. પ્રકૃતિ વિષય છે, સાધારણ છે, સામાન્ય છે. પુરુષ તથા પ્રકૃતિ અને મૂળ તત્ત્વો છે, પરસ્પર સ્વતંત્ર છે અને સ્વ-આધારિત છે. બન્ને અહેતુમત તથા કારણરહિત છે. પુરુષ કશાની વિકૃતિ નથી. મૂળ પ્રકૃતિ પણ અવિકૃત છે. બન્ને નિત્ય, નિરવયવ અને અનાદિ તથા અવિનાશી તત્ત્વો છે. (૨) વિશ્વ વિષે વિચાર
સાંખ્યમત મુજબ પુરુષ અને પ્રકૃતિના સંયોગ વડે જ વિશ્વનું નિર્માણ થાય છે. બન્નેનો સંયોગ જ સૃષ્ટિનું ઉત્પાદક કારણ છે. પ્રકૃતિ તો સ્વભાવે જડ છે, તેથી તેનાથી સૃષ્ટિ સંભવે નહીં; તેમજ પુરુષ પણ નિષ્ક્રિય હોવાથી તે કાંઈ ઉત્પાદન કરી ન શકે; માટે પુરુષ તેમજ પ્રકૃતિ બન્નેનો સંયોગ થવો જરૂરી છે. આ તથ્યને અંધપંગુના ન્યાય પ્રમાણે સમજાવતાં સાંખ્ય દર્શન કહે છે કે જંગલમાં ભૂલા પડેલા આંધળાને પગ છે પણ દૃષ્ટિ નથી અને લંગડાને દૃષ્ટિ છે પણ પગ નથી. આથી બન્ને જણા જંગલમાંથી બહાર નીકળવા માટે સંપ કરે છે, અર્થાત્ આંધળાની પીઠ ઉપર લંગડો સવાર થઈ જાય છે અને રસ્તા અંગે માર્ગદર્શન આપે છે અને પરિણામે તેઓ સફળ થાય છે. આ પ્રકારનું રૂપક સાંખ્યમત પ્રકૃતિ-પુરુષના સંયોગની બાબતમાં યોજે છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org