________________
૬૦૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સત્ત્વ ગુણનો ઉત્કર્ષ હોય ત્યારે તે શાંત અને ચિંતનપરાયણ બને, રજો ગુણનો ઉદય થતાં તે રાગ-દ્વેષમૂલક પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહે અને તમો ગુણનું વર્ચસ્વ વધતાં પ્રમાદી અને આળસુ બને. પુરુષ (આત્મા)
સાંખ્ય દર્શન અનુસાર પુરુષ અથવા આત્મા પ્રકૃતિથી પર છે, અનાદિ છે, અનંત છે, નિર્ગુણ છે, સૂક્ષ્મ છે, સર્વવ્યાપક છે, બુદ્ધિ, મન અને ઇન્દ્રિયોથી પર છે; દિશા, કાલ અને કાર્ય-કારણભાવથી પણ પર છે, સનાતન સાક્ષીરૂપ છે, પૂર્ણ અને અવ્યય છે, ચિતૂપ છે.
સાંખ્યમત પ્રમાણે પુરુષ - આત્મા નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે. તે અસંગ, અલિપ્ત અને અકર્તા છે. તેનો પ્રકૃતિ સાથે અનાદિ સંયોગ છે. પુરુષમાં કોઈ જાતનું પરિવર્તન કદી થતું નથી. તે કોઈનું કાર્ય પણ નથી કે કારણ પણ નથી. ચિત્ત (બુદ્ધિ) વિષયના આકારે પરિણમે છે - પરિવર્તન પામે છે. ચિત્તનું જે વિષયાકાર પરિણામ (પરિવર્તન) તે ચિત્તવૃત્તિ છે. જેવી ચિત્તવૃત્તિ ઉત્પન્ન થાય છે કે તરત જ તે પ્રકૃતિ સાથે અનાદિ સંયોગ ધરાવતા પુરુષમાં પ્રતિબિંબિત થાય છે. પુરુષ સ્વભાવતઃ ભોક્તા નથી પણ તેના ઉપર ભોક્નત્વનું આરોપણ કરવામાં આવે છે, કારણ કે જે સુખ-દુઃખ છે તે બુદ્ધિ દ્વારા ગ્રહણ કરાય છે. પણ બુદ્ધિ તો પ્રકૃતિની છે, માટે પુરુષ સુખ-દુઃખનો ભોક્તા છે એ કલ્પનામાત્ર છે. આમ, પુરુષ કર્તા-ભોક્તા નથી, સાક્ષી છે. રંગ વગરના કાચની ઉપમા એને આપી શકાય. જેવો રંગ એની સમીપમાં મુકાય, તેવા રંગનો એ લાગે; બાકી હોય તદન રંગરહિત. પુરુષને સાક્ષી, દ્રષ્ટા, મધ્યસ્થ, કૈવલ્ય, ઉદાસીન પણ કહેવામાં આવે છે. સાંખ્યમત પ્રમાણે આત્મા આનંદમય નથી. આનંદ એ તો પ્રકૃતિનો ગુણ છે. પુરુષ તો અવિકારી, કૂટસ્થ, નિષ્ક્રિય અને અસંગ છે. તે સુખદુઃખથી પર છે.
સાંખ્ય દર્શનના મત મુજબ પ્રત્યેક જીવનો આત્મા પૃથક પૃથક છે. સંસારમાં અનેક પુરુષો એટલે કે આત્માઓ છે. તેની સાબિતી સાંખ્ય નીચેની દલીલો દ્વારા આપે છે – ૧) આ સંસારના લોકોમાં વ્યક્તિગત ભેદો રહેલા છે. કોઈ આંધળો છે, કોઈ બહેરો છે, કોઈ જન્મે છે, કોઈનું મૃત્યુ થાય છે. જો એક જ પુરુષ હોત તો એકનો જન્મ થતાં બધાનો જન્મ થાત, વળી એકનું સુખ કે દુઃખ એ બીજા બધાંનું સુખ કે દુઃખ ૧- જુઓ : “સાંખ્યકારિકા', શ્લોક ૧૮
'जननमरणकरणानां प्रतिनियमादयुगपत्प्रवृत्तेश्च । पुरुषबहुत्वं सिद्धं त्रैगुण्यविपर्ययाच्चैव ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org