________________
ષડ્રદર્શનપરિચય - ન્યાય દર્શન
૫૭૧ આવે છે. મતલબ કે આ ઇન્દ્રિયજ્ઞાન પછી થતું જ્ઞાન છે. “અનુમાન'નો શાબ્દિક અર્થ છે - પછી જાણવું'. (અનુ = પછી, માન = જાણવું) એક પદાર્થનું પ્રત્યક્ષ જ્ઞાન થવાથી તેની સાથે સંબંધ રાખનાર અપ્રત્યક્ષ પદાર્થનું જ્ઞાન જેનાથી થાય છે તેને અનુમાન કહે છે. ઉદાહરણ તરીકે - જ્યાં ધુમાડો દેખાય ત્યાં અગ્નિ હશે એવું અનુમાન કરવામાં આવે છે. અનુમાન કેટલીક બાબતમાં પ્રત્યક્ષ કરતાં ચડિયાતું છે. તેનો મુખ્ય ફાયદો એ છે કે પ્રત્યક્ષ જ્ઞાન માત્ર વર્તમાન હાજર વસ્તુઓ અંગેનું જ થાય છે, જ્યારે અનુમાન જ્ઞાન ભૂત, વર્તમાન તેમજ ભવિષ્યને અંગે પણ કરી શકાય છે. આમ હોવા છતાં પ્રત્યક્ષ એ મૌલિક પ્રમાણ હોવાથી પ્રથમ સ્થાન પામે છે, જ્યારે અનુમાન દ્વિતીય કોટિનું સ્થાન પામે છે; કારણ કે પ્રત્યક્ષ જ્ઞાન સ્વતંત્ર તથા નિરપેક્ષરૂપે જ્ઞાનનું સાધન છે, જ્યારે અનુમાન પોતાની ઉત્પત્તિ માટે પ્રત્યક્ષ ઉપર આધાર રાખે છે. પ્રત્યક્ષ જ્ઞાન સંદેહરહિત તથા નિશ્ચિત સ્વરૂપનું હોય છે, જ્યારે અનુમાનજન્ય જ્ઞાન સંશયયુક્ત તથા અનિશ્ચિત હોય છે.
પ્રત્યક્ષ જ્ઞાનમાં ઇન્દ્રિયો એ કરણ (સાધન) છે અને ઇન્દ્રિયનો પદાર્થ સાથેનો સંયોગ એ ‘વ્યાપાર' છે. પર્વત ઉપર ધુમાડો જોવાથી ત્યાં અગ્નિ હશે એવું જ્ઞાન થાય છે તેને અનુમિતિ જ્ઞાન કહે છે. એમાં અનુમાન એ સાધન છે અને લિંગપરામર્શ' એ વ્યાપાર છે. લિંગપરામર્શ એટલે “જે ધુમાડાને અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ છે તે ધુમાડાવાળો આ પર્વત છે એવું જે વ્યાપ્તિ વિશિષ્ટ (વ્યાપ્તિવાળા) હેતુનું પક્ષને વિષે જ્ઞાન થાય તે.'
ભારતીય દર્શનોમાં અનુમાન સંબંધી સામાન્યતઃ જે ઉદાહરણ ટાંકવામાં આવે છે, તેનાં પદો, વિધાનો વગેરેની પરિભાષા જોઈએ. ઉદા. તરીકે –
જે જે ધુમાડાવાળું છે તે તે અગ્નિવાળું છે. પર્વત ધુમાડાવાળો છે. તેથી પર્વત અગ્નિવાળો છે.
ઉપરના અનુમાનમાં ત્રણ વિધાનો છે અને દરેક વિધાનમાં બે પદો છે, એમ કુલ છ પદો છે. પરંતુ અહીં દરેક પદ બબ્બે વાર વપરાયું હોવાથી કુલ પદો ત્રણ જ છે, જેને ૧) સાધ્યપદ, ૨) પક્ષપદ અને ૩) હેતુ, લિંગ અથવા મધ્યપદ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યાઓ આ પ્રમાણે આપી શકાય – ૧- જુઓ : શ્રી વિશ્વનાથ તર્કપંચાનન, કારિકાવલી ની ન્યાયમુક્તાવલી' સંવલિતા, શ્લોક ૫૧
“પરમાન્ય જ્ઞાનમfમતિઃ ' ૨- જુઓ : એજન, દિનકરીયમ્' સંવલિતા, શ્લોક ૫૧
'परामर्शत्वं च व्याप्तिविशिष्टपक्षधर्मताज्ञानत्वं ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org