________________
૫૭)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન લગતું પાંચ પ્રકારનું બાહ્ય પ્રત્યક્ષ હોય છે અને આંતર પ્રત્યક્ષ (અથવા માનસ પ્રત્યક્ષ) મનનું હોય છે. લૌકિક પ્રત્યક્ષમાં નીચેનાં ઘટકો ભાગ ભજવે છે - (i) જેનું પ્રત્યક્ષીકરણ થાય છે તે વસ્તુ, દા.ત. ઘડો; (ii) બહારનું માધ્યમ, દા.ત. દષ્ટિ પ્રત્યક્ષમાં પ્રકાશ; (iii) યોગ્ય જ્ઞાનેન્દ્રિય, દા.ત. આંખો; (iv) મન કે જે અંતર ઇન્દ્રિય છે અને જે કેન્દ્રમાં રહી બધાંને સાંકળે છે તે તથા જેની મદદ વિના જ્ઞાનેન્દ્રિયો વસ્તુ ઉપર ક્રિયા કરી શકતી નથી; અને (V) આત્મા. આમાંનું કોઈ પણ ઘટક પોતાનું કાર્ય યોગ્ય રીતે ન બજાવે ત્યારે ખોટું પ્રત્યક્ષીકરણ (ભમ) ઉત્પન્ન થાય છે.
લૌકિક પ્રત્યક્ષના નિર્વિકલ્પક અને સવિકલ્પક એમ બે ભેદ પડે છે – i) નિર્વિકલ્પક પ્રત્યક્ષ – આ પ્રકારના પ્રત્યક્ષમાં વસ્તુની જાતિનું જ્ઞાન થતું નથી, પરંતુ
આ કંઈક છે' એવું માત્ર વસ્તુના પરિચયનું જ્ઞાન થાય છે. ii) સવિકલ્પક પ્રત્યક્ષ - આ પ્રકારનું પ્રત્યક્ષ એ વસ્તુ અંગેનું જ્ઞાન છે. વસ્તુનો સમાવેશ કઈ જાતિમાં થાય છે તેનું જ્ઞાન. દા.ત. આ સામે આવી રહેલું પ્રાણી ઘોડો છે.”
ટૂંકમાં સવિકલ્પક એટલે વસ્તુ અંગેનું જ્ઞાન, જ્યારે નિર્વિકલ્પક એટલે માત્ર વસ્તુના પરિચયનું જ્ઞાન. ૨) અલૌકિક પ્રત્યક્ષના ત્રણ ભેદ માનવામાં આવ્યા છે – (i) સામાન્યલક્ષણ પ્રત્યક્ષ – ‘બધા માણસો મરણશીલ છે' આ વિધાનમાં માણસોમાં રહેલ મનુષ્યત્વ'નું પ્રત્યક્ષ સામાન્ય લક્ષણ (generality) દ્વારા થાય છે. (ii) જ્ઞાનલક્ષણ પ્રત્યક્ષ – ‘સરોવર ઠંડુ દેખાય છે' એમ વિધાન કરવામાં આવે છે ત્યારે ઠંડાપણું કાંઈ જોઈ શકાતું નથી, પણ દેખાય છે' એમ કહેવામાં આવે છે ત્યારે જે જોવામાં આવે છે (સરોવર) તેની સાથે જે જાણવામાં આવે છે (પાણીનું ઠંડું હોવું) તેનું મિશ્રણ થાય છે. (iii) યોગજ પ્રત્યક્ષ – “સર્વ મનુષ્ય મર્ય છે અહીં મનુષ્યત્વ સાથે મર્યત્વ'નો સંબંધ હંમેશને માટે બંધાય છે. આ કાંઈ લૌકિક પ્રત્યક્ષનું પરિણામ નથી, પરંતુ અંતઃપ્રેરણાના કારણે યોગ પ્રત્યક્ષ દ્વારા તે જણાય છે. (૨) અનુમાનપ્રમાણ
અનુમાન દ્વારા મેળવેલા જ્ઞાનને અનુમિતિ કહે છે, જે હંમેશાં બીજા જ્ઞાન પછી ૧- કેટલાંક વિદ્વાનોના મત અનુસાર પ્રત્યભિજ્ઞા નામનો ત્રીજો ભેદ પણ છે. પ્રત્યભિજ્ઞા એટલે અનુભવેલા જ્ઞાનની અમુક સમય પછી સ્મૃતિ થવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org